બનાસકાંઠા : જિલ્લાના થરાદના દુધવા ગામ પાસે થયેલા લૂંટના ગુનાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલાયો છે. થરાદ પોલીસ તથા SOGની ટીમે લૂંટમાં તમામ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો છે. જેમાં રમેશભાઇ શંકરભાઇ પુરોહીત થરાદની બેન્ક ઓફ બરોડા ખાતેથી પાક ધિરાણના રૂપિયા 2,38,000 ઉપાડીને તેમના ઘરે જઇ રહ્યા હતા. તે વખતે દુધવા ગામની સીમમાં આવેલા રામેશ્વર પેટ્રોલ પંપેથી ડીઝલ ભરાવીને થોડે આગળ જતાં એક ઇસમે તેમને હાથનો ઇસારો કર્યો હતો. જે બાદ રમેશભાઇએ પીકઅપ ડાલુ ઉભુ રાખતા અજાણ્યા ઇસમે તેમની પાસેથી રૂપિયા 2,38,000 લૂંટી લઇ ફરાર થઇ ગયો હતો.
થરાદના દુધવા ગામ પાસે લૂંટના બનાવનો ભેદ ઉકેલાયો, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો - The crime of robbery near Dudhwa
બનાસકાંઠાના થરાદના દુધવા ગામ પાસે થયેલા લૂંટના ગુનાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલાયો છે. થરાદ પોલીસ તથા SOGની ટીમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો છે.
થરાદના દુધવા ગામ પાસે થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો
આ બનાવ બનતા ફરીયાદીએ તાત્કાલિક પોલીસ સ્ટેશને ફોન કરી બનાવની જાણ કરતા તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી હતી. જે દરમિયાન SOGની ટીમ પણ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોવાથી અલગ અલગ જગ્યાએ નાકાબંધી તેમજ સર્ચ કરતા સંયુક્ત રીતે લૂંટ કરનાર ઈસમ મોનુને તમામ મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.જોકે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવમાં આવશે અને તે બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.