જાણો, ગુજરાતના એક એવા ગામ વિશે જ્યાં ચાર મહિનાથી ગ્રાહક સુરક્ષા અદાલત જ બંધ છે - ગ્રાહક સુરક્ષા અદાલત
જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં સૌથી મોટો વર્ગ હોય જ તો તે છે ગ્રાહકનો અને ગ્રાહક ડગલેને પગલે છેતરાય નહિ તેની સુરક્ષા માટે સરકાર દ્વારા ગ્રાહકો સુરક્ષા ફોરમ અને કોર્ટનું આયોજન કર્યું છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર મહિનાથી કોર્ટમાં મુખ્ય જજ ન હોવાના કારણે અનેક કેશો અટવાઈ પડ્યા છે.
બનાસકાંઠા : કોઈપણ ઉંમરનો વ્યક્તિ ચાહે તે બાળક હોય, મહિલા હોય કે પછી પુરુષ તે ગ્રાહક તો હોય જ છે અને આ ગ્રાહકો ડગલેને પગલે ખરીદી કરતી વખતે છેતરામણીનો ભોગ ન બને તે માટે સરકાર દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની રચના કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની કોર્ટ આવેલી છે. જ્યાં ગ્રાહકોને લગતી ફરિયાદોના કેશો ચલાવવામાં આવે છે, પરંતુ પાલનપુરમાં આવેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં છેલ્લા ચાર મહિનાથી મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી છે એટલું જ નહીં પરંતુ તેમની સાથે કામ કરતાં બે સભ્યોની જગ્યા પણ ખાલી જ છે. જેના કારણે અહીં ચાલતા 378 જેટલા ગ્રાહકોના કેસો હાલમાં અટવાઈ પડ્યા છે અને ગ્રEહકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.