ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર નગરપાલિકા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે - Counting prepration

બનાસકાંઠા જિલ્લાની સહુથી મોટી પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી યોજાનાર છે, ત્યારે 11 વોર્ડના તમામ 128 બુથો પર 28 ફેબ્રુઆરીએ થયેલ મતદાન બાદ આવતીકાલે તમામ 139 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. વહીવટીતંત્રે પાલનપુરની એન્જીયરિંગ કોલેજમાં મતગણતરીની તમામ તૈયારીઓ આટોપી લીધી છે.

પાલનપુર નગરપાલિકા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે
પાલનપુર નગરપાલિકા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે

By

Published : Mar 1, 2021, 9:04 PM IST

  • પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં 65 હજાર 887 મતદાતાઓએ કર્યું હતું મતદાન
  • 11 વોર્ડની 44 બેઠકો માટે પ્રત્યેક વોર્ડના 13 બૂથ મુજબ 14 ટેબલ પર કરાશે મતગણતરી
  • આવતીકાલે 9 વાગ્યાથી શરૂ થશે મતગણતરી
  • પાલનપુર પાલિકા ચૂંટણી મતદાન માટે 887 કર્મચારીઓ તૈનાત
    11 વોર્ડની 44 બેઠકો માટે પ્રત્યેક વોર્ડના 13 બૂથ મુજબ 14 ટેબલ પર મતગણતરી યોજાશે

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવતીકાલે મંગળવારે મતગણતરી યોજાનાર છે. જેમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 139 ઉમેદવારો પોતાની ભાગ્ય અજમાવી રહ્યા છે. 28 ફેબ્રુઆરીએ 128 મતદાનકેન્દ્રો પર થયેલ મતદાન બાદ તમામ ઉમેદવારોનું ભાગ્ય ઇવીએમમાં સીલ થઈ ગયું છે. કોણ જીતશે અને કોણ હારશેની ચર્ચાઓ વચ્ચે આવતીકાલે પાલનપુરની એન્જીયરિંગ કોલેજ ખાતે મતગણતરી થનાર છે.

રિઝલ્ટને લઇ તમામ પક્ષોમાં અસમંજસની સ્થિતિ

આ ચૂંટણીમાં કુલ 1 લાખ 16 હજાર 706 મતદાતાઓમાંથી 65 હજાર 887 મતદારો એ મતદાન કર્યું હતું. જેમાંથી સહુથી વધુ વોર્ડ નંબર 11માં 64 ટકા જ્યારે વોર્ડ નંબર 1માં સહુથી ઓછું 50 ટકા જ વોટિંગ નોંધાયું છે. ત્યારે આવતીકાલના રિઝલ્ટને લઇ તમામ પક્ષોમાં અસમંજસની સ્થિતિ ઉભી થઇ છે. કુલ બે હોલમાં એટલે કે વોર્ડ નંબર 1થી 6ની મતગણતરી એક હોલમાં જ્યારે વોર્ડ નંબર 7થી 11ની ગણતરી બીજા હોલમાં કરાયેલ છે. જેમાં કુલ વોર્ડવાઇઝ 13 -13 બૂથો હોવાથી કુલ 14 ટેબલ દ્વારા ગણતરી કરવામાં આવશે.જેમાં પ્રત્યેક ટેબલ પર એક એન્જીયરિંગ, એક ટેક્નિકલ આસિસ્ટન્ટ અને એક પ્યુનની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે ઉમેદવારો તેમજ મીડિયા માટે અલગઅલગ બેઠક વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. તેમ પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details