બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ છે તેવામાં કોરોના મહામારીના સમયમાં થરાદ સ્ટેટના નવા રાજકુમારનો આજે રાજતિલક કાર્યક્રમ યોજાયો હતો અને નવા મહારાજા તરીકે મહાવીરસિંહ વાઘેલા બન્યાં છે. 11 વર્ષીય મહાવીરસિંહ વાઘેલાની આજે વાજતેગાજતે શાહી અંદાઝથી રાજતિલક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અનેક સ્ટેટના રાજવી પરિવારો ઉપસ્થિત રહ્યાં હતાં. 10માં રાજવી તરીકે મહાવીરસિંહ કાર્યભાર સંભાળશે.
થરાદમાં 11 વર્ષીય રાજકુમારનો રાજતિલક સમારોહ યોજાયો, કોરોના મહામારી વચ્ચે 10માં રાજવીએ ગાદી સંભાળી - મહાવીરસિંહ વાઘેલા
બનાસકાંઠામાં કોરોના મહામારીના સમયમાં થરાદ સ્ટેટના નવા રાજકુમારનો રાજતિલક કાર્યક્રમ યોજાયો હતો. થરાદ સ્ટેટના અગિયારમાં મહારાજ મહાવીરસિંહ વાઘેલા બન્યાં છે. ભારત સમવાયતંત્ર દેશ બન્યો એ પહેલાં ભારતમાં રાજાશાહી હતી તે સમયે થરાદ સ્ટેટ અસ્તિત્વ ધરાવતું હતું. જોકે લોકોના દિલમાં શાસન કરતાં રાજવી પરિવારની આનબાનને લઇને રીતિરિવાજ સહિતના વિવિધ પ્રસંગોમાં તેઓ ઉપસ્થિત રહેતાં હયો છે.
થરાદમાં 11 વર્ષી રાજકુમારનો રાજતિલક સમારોહ યોજાયો, કોરોના મહામારી વચ્ચે 10માં રાજવીએ ગાદી સંભાળી
ભારતસિંહ વાઘેલાએ 1994માં રાજતિલક કરી ગાદી સંભાળી હતી.આઝાદી પૂર્વે રાજાશાહીના સમયમાં થરાદ સ્ટેટના શાસનકાળ દરમિયાન 235 ગામોનું રજવાડું હતું. ભારતસિંહનું લાંબી માંદગી બાદ નિધન થતાં તેમના પુત્ર મહાવીરસિંહ વાઘેલાએ 10માં તરીકે રાજવી તરીકે સૌથી નાની ઉંમરમાં રાજતિલક કરી ગાદી સાંભળી છે.