ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાની આદિવાસી પ્રજાના પોતાના અધિકાર માટે કલેકટર કચેરીએ ધામા - land

બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકામાં સહુથી વધુ આદિવાસી પ્રજા વર્ષોથી વસવાટ કરે છે.આ ઉપરાંત વડગામ અને પાલનપુર તાલુકામાં પણ કેટલાક આદિવાસી પરિવારો વસવાટ કરે છે. કુલ 4 લાખ જેટલાં આદિવાસીઓને સરકાર ઇકો સેન્સેટિવ ઝોનના બહાને જમીન છીનવી લેશે તેવી દહેશત વર્તાતા આજે હજ્રારોની સંખ્યામાં આદિવાસીઓ કલેકટર કચેરીના બગીચામાં એકત્ર થયાં હતાં. આ સાથે તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની એક જમીનના હક્ક માટે લડી લેવા મક્કમતા દર્શાવી હતી.

બનાસકાંઠા જિલ્લાની આદિવાસી પ્રજાના પોતાના અધિકાર માટે કલેકટર કચેરીએ ધામા
બનાસકાંઠા જિલ્લાની આદિવાસી પ્રજાના પોતાના અધિકાર માટે કલેકટર કચેરીએ ધામા

By

Published : Mar 3, 2021, 10:45 PM IST

  • 2005માં સરકારે ખેડે તેની જમીન અને રહે તેનું ઘરનો ઠરાવ પસાર કર્યો હતો
  • બનાસકાંઠા જિલ્લાના લાખો આદિવાસીઓએ તે માટે પોતાની જમીનના દાવાઓ રજૂ કર્યા હતાં
  • હજુ સુધી મોટાભાગના આદિવાસીઓને તેમના પ્લોટ અને મકાનની સનદો નથી મળી
  • બાલારામ વન અભયારણ્યને ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરાતાં જમીન છીનવાવાની ભીતિ
    બાલારામ વન અભયારણ્યને ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરાતાં જમીન છીનવાવાની ભીતિ

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાની આ આદિવાસી પ્રજાને હવે પોતાની જમીન અને રહેણાંક મકાન છીનવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે.ત્યારે આજે મોટી સંખ્યામાં આદિવાસી પ્રજાજનો જિલ્લા કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતાં. અંદાજિત એક હજારથી વધુ લોકો જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી પોતાની જમીન કોઈપણ ભોગે નહીં આપવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. આદિવાસીઓની માગણીની વાત કરીએ તો કેન્દ્ર સરકારે 2005માં ખેડે તેની જમીન અને રહે તેનું ઘરનો કાયદો પસાર કર્યો હતો, જે હેઠળ બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી પ્રજાએ વન અધિકાર અધિનિયમ હેઠળ પોતાની જમીનની સનદ માટે હક્ક દાવાઓ રજૂ કર્યા હતાં. તેમ છતાં હજુ સુધી મોટાભાગની આદિવાસી પ્રજાને તેમની જમીનના તેમજ રહેણાંક મકાનના પ્લોટ મળ્યાં નથી. રાજ્ય સરકારે તાજેટરમાં જ બાલારામ વન અભ્યારણને ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરી દેતાં આદિવાસીઓને તેમની જમીન છીનવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. જેથી જ્યાં સુધી તમામ આદિવાસીઓને તેમની જમીન માલિકીની સનદો ન મળે ત્યાં સુધી બાલારામ ઇકો સેન્સેટિવ ઝોનનો ઠરાવ અમલમાં નહીં લાવવાની માગ સાથે આજે હજારોની સંખ્યામાં એકઠા થયેલા આદિવાસીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

કોઈપણ ભોગે આદિવાસીઓને એક ઇંચ પણ જમીન જવા દઈશું નહીં-ધારાસભ્ય

દાંતા મતવિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર તમામ આદિવાસીઓને તેમની જમીનની સનદો ન આપી દે ત્યાં સુધી બલરામ ઇકો સેન્સેટિવ ઝોનના કાયદાનો અમલ થવા દઈશું નહી. કોઈ પણ ભોગે આદિવાસી પ્રજા જ્યાં વર્ષોથી વસવાટ કરે છે તે જમીનમાંથી એક ઇંચ પણ જમીન કોઈ પણ સંજોગોમાં આપીશું નહી તેમ તેઓએ જણાવ્યું હતું.

માગણી પૂર્ણ નહીં થાય તો રસ્તા રોકો આંદોલન કરીશું-આદિવાસી આગેવાન

બનાસકાંઠા આદિવાસી સમાજના આગેવાન અને અમીરગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈએ જણાવ્યું હતું કે સરકાર જો અમને અમારી જમીનોની સનદ નહીં આપે અને ઇકો સેન્સેટિવ ઝોનના બહાના તળે અમારી જમીન છીનવવા પ્રયાસ કરશે તો અમારી માગણીઓને લઈ અમે રસ્તા રોકો,રેલ રોકો જેવા જલદ કાર્યક્રમો આપીને પણ પોતાની માગણીઓ પૂર્ણ કરાવીશું.

ABOUT THE AUTHOR

...view details