બનાસકાંઠા : જિલ્લો હાલ રેડ ઝોનમાં છે અને જિલ્લામાં 69 જેટલા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ કોરોનાના કારણે કેટલાક ખાનગી તબીબોએ પોતાની હોસ્પિટલો બંધ કરી દીધી છે અથવા તો હોસ્પિટલમાં આવતા દર્દીઓની સારવાર કરતા નથી. જે બાબત ધ્યાને આવતાં જ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને હોસ્પિટલમાં આવનાર દર્દીઓની સારવાર નહીં કરનાર તબીબોની ગંભીર નોંધ લીધી છે.
બનાસકાંઠા કલેકટર એક્શન મોડમાં, ખાનગી તબીબોને આપી ચેતવણી...
જિલ્લામાં લોકડાઉનના સમયમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર બંધ કરનાર તબીબો સામે જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવી ગયા છે અને જો હોસ્પિટલમાં આવનાર દર્દીઓની સારવાર નહીં કરી તો આ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન રદ કરી કડક કાર્યવાહી કારવાની ચેતવણી આપી છે.
કલેકટર એક્શન મોડમાં, તબીબોને આપી ચેતવણી
આ સમગ્ર પ્રકરણ વચ્ચે જિલ્લામાં કોઈપણ ખાનગી હોસ્પિટલમાં તબીબ દર્દીઓની સારવાર નહીં કરે અને તે બાબત જો તંત્રના ધ્યાને આવશે તો આવા તબીબોની હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદ કરી તેમની સામે ડિઝાસ્ટર એક્ટ મુજબની કાર્યવાહી કરવાની ચેતવણી કલેક્ટર સંદીપ સાંગલે આપી હતી.