બનાસકાંઠાઃ જિલ્લાના દિયોદરના સ્વામીનારાયણ મંદિર ખાતે શુક્રવારના રોજ ગાંધીજીના વિચારો અને ઉજવણીના ભાગ રૂપે દેશ, રાજ્યમાં, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો નાના મોટા અનેક વ્યસનમાંથી મુક્તિ મળે તે માટે નશા બંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને જિલ્લા નશાબંધી અમલીકરણ અધિકારી અને આબકારી અધિકારીઓ દ્વારા અને હાજર રહેલા મહાનુભાવો દ્વારા વિવિધ વ્યસન મુક્તિ વિશે વિશેષ મંતવ્યો રજૂ કર્યા હતા.
દિયોદર ખાતે નશાબંધી સપ્તાહ ઉજવણીનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો - બનાસકાંઠા
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નશા બંધી અને આબકારી વિભાગ દ્વારા 8મી ઓક્ટોબર નશાબંધી સપ્તાહ ઉજવણી પૂર્ણાહુતિ સમારોહ યોજવામાં અવતા હોય છે. ત્યારે લોકોમાં દારૂ, ચરસ, બીડી, સિગારેટ, તમાકું, ગુટખા, છીકણી, અફીણ, મેડિકલમાં મળતી નશાની ટીકડીઓ જેવા વ્યસન માણસને કેન્સર કે મોટી બીમારીઓ નોતરે છે. જેને અટકાવવા માટે નશાબંધી મુક્તિના અમલીકરણ દ્વારા શુક્રવારના રોજ નશાબંધી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.

લોકોમાં વ્યસન પ્રત્યે થયેલી હેબિટો, કુટેવોમાંથી મુક્તિ મેળવવા નશાબંધી અમલીકરણ વિભાગ દ્વારા દવાઓ અને નિયમો પાળવાથી ચોક્કસ વ્યસનમાંથી મુક્તિ મળી શકેશે. ત્યારે દિયોદર વિસ્તારમાં મહિલાઓ, બાળકો અને યુવાઓ દ્વારા ગુટકા પડીકીનો વ્યાપ વધતો જાય છે. જે શારીરિક અને માનસિક વિકાસ પર અસર પડી પાડી શકે છે.
ખાસ કરીને અહીંની સામાજિક પ્રસંગોમાં કહુંમ્બો (અફીણ, ઘૂલરો, ડોડા) પ્રથા ખૂબ પ્રચલિત છે. જે દીકરા દીકરીના નાનામોટા પ્રસંગ વખતે પચાસ ટકાથી મોટો ખર્ચો કરવો પડે છે. જે આર્થિક રીતે ખૂબ બોજ સમાન ગણાય છે. પણ ચોક્કસથી વ્યશન પ્રથાને બંધ કરવામાં આવે તો આર્થિક બોઝ ઓછો પડે, જ્યા નાના અને ગરીબ પરિવાર આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. નશાબંધી વ્યસન મુક્તિ લોકોની ઉપસ્થિતમાં નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ દિયોદર ખાતે કરવામાં આવી હતી.