કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન બિલ બંન્ને ગૃહમાંથી પસાર થતાની સાથે સમગ્ર દેશમાં પ્રચંડ વિરોધ શરૂ થયો છે. જ્યારે ઘણા સ્થળોએ લોકો આ બિલને આવકારીને ઉજવણી કરી રહ્યા છે.
નાગરિકતા બિલને ડીસા ABVP કાર્યકર્તાઓએ વધાવ્યું, ફટાકડા ફોડી કરી ઉજવણી - નાગરિકતા સંશોધન બિલ
ડીસા: દેશમાં નગરિકતાનો મુદ્દો ખૂબ ગરમાયો છે, ત્યારે નાગરિકતા બિલ મુદ્દે બુધવારે ડીસા ABVPના કાર્યકરો દ્વારા સરકારના નિર્ણયને વધાવી ઉજવણી કરવામાં આવી હતી.
નાગરિકતા બિલને ડીસા ABVP કાર્યકર્તાઓએ વધાવ્યું
બુધવારે ડીસામાં નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં ABVP અને હિન્દુ યુવા સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ તમામ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકતા બિલના સમર્થનમાં ફટાકડા ફોડી સરકારના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા દેશના હિત માટે આવા અનેક સારા નિર્ણયો લેવામાં આવ્યા છે, જે તમામ નિર્ણયોની ABVPના કાર્યકર્તા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.