- સીએમ રુપાણીએ ( CM Rupani) સરહદી વિસ્તારમાં ચાલી રહેલા વિકાસના કામોનું નિરીક્ષણ કર્યું
- ભારત-પાકિસ્તાન બોર્ડરની પણ લીધી મુલાકાત
- પ્રવાસન સ્થળનું 15 ઓગસ્ટના રોજ લોકાર્પણ કરાશે
- ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ( Development of tourist destination ) બોર્ડર વિકાસના કામો થયાં
બનાસકાંઠાઃ આમ તો બનાસકાંઠા જિલ્લાને વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક સ્થળો છે કે જ્યાં લોકો દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસ કરવા માટે આવે છે.બનાસકાંઠા જિલ્લો એક તરફ રણને અડીને આવેલો છે તો બીજી તરફ ચારેબાજુ જગલોથી ઘેરાયેલો છે. જેના કારણે રજાઓના દિવસમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.
( CM Rupani Nadabet Visit ) સીએમ રુપાણીએ નડાબેટ ખાતેના કામોનું નિરીક્ષણ કર્યું
બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાન બોર્ડરના ( India-Pakistan border ) નડાબેટ તેમજ 0 પોઇન્ટ પર ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર વિકાસના કામો ચાલી રહ્યાં છે. સો કરોડથી વધુ ખર્ચે થઈ રહેલાં ( Development of tourist destination ) વિકાસના કામનું નિરીક્ષણ કરવા ( CM Rupani Nadabet Visit ) માટે આજે સીએમ રૂપાણી તેમજ પ્રવાસન વિભાગપ્રધાન જવાહર ચાવડા ભારત પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ( Development of tourist destination )બોડર વિકાસમાં થઈ રહેલા કામોની સમીક્ષા કરી વધુ સારું શું કરી શકાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. રૂપાણીએ તમામ કામોની સાઇટ ઉપર જઈ કામની પ્રગતિની જાતતપાસ કરી હતી.