ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરમાં ગુમ થયેલા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો - missing youth was found in a suspicious condition in Palanpur

જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે પાલનપુરના આકેસણ રોડ પર રહેતા એક શ્રમજીવી પરીવારનો યુવક રાત્રે મિત્રને મળવા નીકળ્યા બાદ અચાનક ગુમ થયો હતો. જે બાદ આ ગુમસુદા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

ગુમ થયેલા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
ગુમ થયેલા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

By

Published : Jul 2, 2020, 9:43 PM IST

Updated : Jul 2, 2020, 10:43 PM IST

બનાસકાંઠા : પાલનપુર તાલુકાના આકેસણ રોડ પર આવેલા સુરજપાર્ક સોસાયટીમાં રહેતા અને મોચી કામનો વ્યવસાય કરીને પરીવારનું ગુજરાન ચલાવતા શ્રમિક લલીતકુમાર મકવાણાના 19 વર્ષીય પુત્ર ધ્રુવ મકવાણાના મોબાઈલ પર કોઈ મિત્રનો ફોન આવતા ધ્રુવ બહાર જઇને આવું છું તેમ કહીને નીકળ્યો હતો. બાદમાં મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવાર દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેની કોઇ ભાળ ન મળતા પરીવારે પોતાનો પુત્ર ગુમ થયો હોવા અંગે પશ્ચિમ પોલીસને જાણ કરી હતી.

ગુમ થયેલા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

ગુમ થયેલા યુવકમો મૃતદેહ મળી આવ્યો :

  • શ્રમજીવી પરીવારનો યુવક થયો હતો અચાનક ગુમ
  • બુધવારે હાઇવે પરની ફેક્ટરી પાછળ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
  • અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરાઇ હોવાનો પરિજનોનો આક્ષેપ
  • પોલીસ બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી

અમદાવાદ હાઇવે પર આવેલી એક ફેક્ટરીના કોટ પાછળ બેઠેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ કરવા માટે ગુમ થયેલા યુવકના પરિવારને જાણ કરી હતી. જેને લઈ દોડી આવેલા પરિવારે મૃતદેહ પોતાના ગુમ પુત્ર ધ્રુવનો હોવાનું ઓળખી બતાવ્યો હતો અને તેની હત્યા કરીને મૃતદેહનેે અહીં મૂકવામાં આવી હોવાના આક્ષેપ કરતા પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરતા આગળની તપાસ હાથ ધરી છે.

Last Updated : Jul 2, 2020, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details