ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાંથી સદરપુર ગ્રામ પંચાયતના સદસ્યનો મૃતદેહ મળી આવ્યો

ડીસા તાલુકાના સદરપુર ગામમાં રહેતા અને છેલ્લાં ત્રણ દિવસથી ઘરેથી લાપતા ગ્રામ પંચાયતના સદસ્યનો આજે બુધવારે ડીસાના સરયુનગરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.ત્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

ડીસામાંથી સદરપુર ગ્રામ પંચાયતના સદસ્યનો મૃતદેહ મળી આવ્યો
ડીસામાંથી સદરપુર ગ્રામ પંચાયતના સદસ્યનો મૃતદેહ મળી આવ્યો

By

Published : Apr 7, 2021, 7:28 PM IST

Updated : Apr 7, 2021, 8:11 PM IST

  • સદરપુર ગ્રામ પંચાયતના સદસ્યનો મૃતદેહ મળી આવ્યો
  • ત્રણ દિવસથી હતા લાપતા
  • ડીસાના સરયુનગર વિસ્તારમાંથી મળી આવ્યો મૃતદેહ

બનાસકાંઠાઃ જિલ્લામાં આત્મહત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હાલમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલમાં અનેક લોકો મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કરી રહ્યા છે. લોકો કોઈને કોઈ કારણોસર હાલમાં આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આજે બુધવારે વધુ એક આત્મહત્યાની ઘટના ડીસા શહેરમાં બની હતી. ડીસા તાલુકાના સદરપુર ગામે રહેતા વિઠ્ઠલ પરમાર જેઓ ગ્રામ પંચાયત સદસ્ય હતા. જેઓ કોઈ અગમ્ય કારણોસર છેલ્લા ત્રણ દિવસથી પોતાના ઘરે કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા અને ત્રણ દિવસ સુધી સતત તેમના પરિવાર દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં તેઓ મળ્યા ન હતા. ત્યારે આજે બુધવારે ડીસાના સરયુનગર વિસ્તારમાંથી વિઠ્ઠલ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો.

ડીસામાંથી સદરપુર ગ્રામ પંચાયતના સદસ્યનો મૃતદેહ મળી આવ્યો

આ પણ વાંચોઃ પાટણના ખાન સરોવરમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો

પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી

ડીસા તાલુકાના સદરપુર ગામે રહેતા અને ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવતા વિઠ્ઠલ પરમાર છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા જેમનો આજરોજ ડીસાના સરયૂ નગર વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેબનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વિઠ્ઠલ પરમારે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચાર સંતાનોના પિતાએ આત્મહત્યા કરતા પરિવારમાં માતમ છવાયો છે.

પોસ્ટમોર્ટમ રૂમ

આ પણ વાંચોઃ બે દિવસ અગાઉ આત્મહત્યા કરનારા કાંકરેજના યુવકનો મૃતદેહ મળી આવ્યો

બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં વધારો

બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાને આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે દર વર્ષે ગુનાહિત ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં અનેક હત્યા અને આત્મહત્યાના બનાવો બન્યા છે. ખેડૂતોને સમયસર પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા નર્મદા નહેર સ્થાપવામાં આવી હતી, પરંતુ સરહદી વિસ્તારના લોકો હાલ કોઈ અગમ્ય કારણોસર આ કેનાલમાં પડી અને મોતને વહાલું કરી રહ્યા છે.

ડીસામાંથી સદરપુર ગ્રામ પંચાયતના સદસ્યનો મૃતદેહ મળી આવ્યો
Last Updated : Apr 7, 2021, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details