ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં નગરપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સની પ્રક્રિયા શરૂ - ડીસાના ધારાસભ્ય

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને ભાભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. આગામી સમયમાં જ્યારે ચૂંટણી યોજાનાર છે તે અંતર્ગત ડીસામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની સેન્સની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં ડીસાના 11 વોર્ડમાંથી ભાજપના 300 થી પણ વધુ ઉમેદવારી પત્રો રજૂ થયા હતા.

ડીસામાં નગરપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સની પ્રક્રિયા શરૂ
ડીસામાં નગરપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સની પ્રક્રિયા શરૂ

By

Published : Jan 30, 2021, 7:38 AM IST

  • ડીસામાં ભાજપના 11 વોર્ડની સેન્સની પ્રક્રિયા યોજાઇ
  • ડીસામાં ભાજપનો આંતરિક વિરોધ ફરી ભાજપને ડુબાડશે
  • પાલિકાની ચૂંટણી પહેલા આંતરિક વિવાદ ચરમસીમાએ
  • શુ ટિકિટમાં સંગઠન ચાલશે કે, સત્તાધારીઓ

બનાસકાંઠા : જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે. જે અંતર્ગત દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહી છે. ગત પાંચ વર્ષની ટર્મમાં ત્રણેય નગરપાલિકા પર ભાજપનું શાસન હતું અને કોંગ્રેસે કારમો હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વખતે યોજાનારી ચૂંટણીમાં ફરી એકવાર વિજય મેળવવા માટે કોંગ્રેસ દ્વારા અત્યારથી જ વૉર્ડ વાઇસ બેઠક કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા ડીસામાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીને લઇને ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા યોજવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ભાજપના રાણાભાઈ દેસાઈ, રેખાબેન ખણેસા, યશવંતભાઈ બચાણીયા અને ડાયાભાઈ પિલ્યાતર હાજર રહ્યા હતા અને ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં 11 વોર્ડના ઉમેદવારોના ફોર્મ પત્ર સ્વીકાર્યા હતા. જ્યારે યોજાયેલી સેન્સની પ્રક્રિયામાં 11 વોર્ડ માં થી 300થી પણ વધુ ઉમેદવારોએ પોતાનાં ફોર્મ સોંપ્યા હતા. આ વખતેની ચૂંટણીમાં મોટાભાગે યુવા ચહેરાઓનો જોવા મળ્યા હતા.

ડીસામાં નગરપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સની પ્રક્રિયા શરૂ

ડીસામાં ભાજપનો આંતરિક વિરોધ ફરી ભાજપને ડુબાડશે

ડીસા નગરપાલિકામાં ગત ટર્મની ચૂંટણીમાં 11 વોર્ડમાં 44 સભ્યો ચૂંટાયા હતા. જેમાં ભાજપના 21, કોંગ્રેસના 6 અને આ પક્ષના 17 સભ્યો ચૂંટાયા હતા. જેમાં પણ આંતરિક સ્થાનિક નેતાગીરીમાં વિખવાદના કારણે ભાજપ સત્તાથી નહીં મેળવી શકે તે ડરથી આખરે ભાજપે બંને જૂથના આગેવાનોને જ ટિકિટ આપી ચૂંટણી લડવા મજબૂર કર્યા હતા. જેથી ઉમેદવારો નવરા પડે નહિ અને ભાજપને નુકસાન કરાવે નહીં જે આસાનીથી ભાજપે હાલના ધારાસભ્ય શશીકાંત પંડયાને ટિકિટ આપી ચૂંટણી લડવા મજબૂર કર્યા હતા તો વેસ્ટન રેલ્વે બોર્ડના સલાહકાર સભ્ય પ્રવીણ માળીને પણ ચૂંટણી લડવી પડી હતી. જ્યારે જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતને પણ ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા હતા. આમ પાંચથી સાત રાજકીય આગેવાનોને મેદાને ઉતારતા માટે 44 માંથી 21 બેઠક ભાજપ પાસે આવી અને આખરે આ પક્ષના ઘૂંટણિયે ચડીને પ્રવીણ માળી ભાજપના નગરપાલિકામાં પ્રમુખ બન્યા હતા.

પાલિકાની ચૂંટણી પહેલા આંતરિક વિવાદ ચરમસીમાએ

હાલની દિશાની રાજકીય સ્થિતિ ગત પાંચ વર્ષ કરતાં પણ વધુ વિવાદિત છે. હાલમાં એક તરફ વેરહાઉસના ચેરમેન મગનલાલ માળી કે, જેઓ સ્થાનિક ચેનલના માલિક છે તેઓ ખુદ ભાજપની પોલ પોતાની ચેનલના માધ્યમથી ખોલી રહ્યા છે. જેથી ભાજપને નુકસાન થશે તે સ્વભાવિક છે તો પ્રવીણ માળીના સમયમાં જે કરોડોના ખર્ચે બગીચો બને છે. જેને ડીસાના ધારાસભ્ય અને તત્કાલીન પાલિકા સભ્ય શશીકાંત પંડ્યા વિવાદમાં નાખી મનાઈહુકમ લાવી દેતા પ્રજાનું સપનું રોળી દેતા પ્રવીણ માળી અંદરખાને વિરોધમાં રહેશે. ત્યારે ડીસા ભાજપનું સંગઠનને છેલ્લા ઘણા સમયથી ડીસાના ધારાસભ્ય સાથે મન મેળ આવતો ન હોવાથી તેઓ ધારાસભ્ય થી વિપરીત દિશામાં કામ કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય અને તત્કાલીન પાલિકા સભ્ય શશીકાંત પંડ્યા ધારાસભ્ય બન્યા બાદ સંગઠનને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લઇ રહ્યા છે. આ સાથે સ્થાનિક રાજકીય આગેવાનોને પણ ગાંઠતા નથી. ત્યારે તેઓથી નારાજ આખો જૂથ ચૂંટણીમાં નિષ્ક્રિય રહી શકે તેમ છે.

શુ ટિકિટમાં સંગઠન ચાલશે કે, સત્તાધારીઓ

આમ તો ભાજપમાં એક માસ્ટરી છે તે ગમે તેવા આંતરિક વિરોધને પણ એક જૂથ કરીને પોતાની માક્ષીકા પૂર્ણ કરી દે છે. એટલે હવે પ્રદેશ પ્રમુખનું તેડું સંગઠન બાદ સત્તાધારી ઉપર આવશે અને આખરે એક મેક થવાની વાત આવશે તો જ સત્તા પાછળ બચાવી શકશે હાલ તો ડીસામાં જાહેરનામા બાદ રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે અને ટિકિટ વાંચુંકો પોતાના ગુરૂ સમાન રાજકીય નેતાઓ પાસે આંટાફેરા શરૂ કરી દીધા છે. ત્યારે આખરે સેન્સ પ્રક્રિયા યોજાયા બાદ જ કોને મળશે તે જોવાનું રહ્યું અને પરિણામ શું આપવું તે ડીસાના મિજાજી મતદારો નક્કી કરશે.

કયાં વોર્ડમાંથી કેટલા ફોર્મ ભરાયા

વોર્ડ ઉમેદવાર
1 29
2 31
3 27
4 57
5 31
6 21
7 29
8 31
9 5
10 18
11 23
કુલ ઉમેદવાર 302

ભાજપમાંથી આવેલા નિરીક્ષકો

1. રાણાભાઈ દેસાઈ
( માજી જિલ્લા ભાજપ પ્રમુખ )

2. રેખાબેન ખણેસા
( પૂર્વ ધારાસભ્ય, પાલનપુર )

3.યશવંત બચાણીયા
( ઉપ પ્રમુખ, જિલ્લા ભાજપ )

4. ડાહ્યાભાઈ પીલ્યાતર
( જિલ્લા ભાજપ મહામંત્રી )

ABOUT THE AUTHOR

...view details