ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રથમ વાર આરતી : ગુજરાતના ઈતિહાસમાં ભિક્ષાવૃત્તિ બાળકોએ ગબ્બર પર્વતની કરી અનોખી આરતી - Shakti Peeth Temple in Gujarat

ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં હિમાલય, ગિરનારની આરતી નથી થઈ. ત્યારે ભિક્ષાવૃત્તિ બાળકો દ્વારા શક્તિપીઠ અંબાજીના ગબ્બર પર્વત રાજની (Gabbar Parvatraj of Ambaji was Aarti) પ્રથમ વખત આરતી થઈ છે. આ આરતીનો નજારો જોતા લોકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

પ્રથમ વાર આરતી : ગુજરાતના ઇતિહાસમાં ભિક્ષાવૃત્તિ બાળકો દ્વારા પર્વતની અનોખી આરતી
પ્રથમ વાર આરતી : ગુજરાતના ઇતિહાસમાં ભિક્ષાવૃત્તિ બાળકો દ્વારા પર્વતની અનોખી આરતી

By

Published : Mar 8, 2022, 10:50 AM IST

બનાસકાંઠા : યાત્રાધામ અંબાજીના (Shakti Peeth Temple in Gujarat) ગબ્બર પર્વત રાજની આરતીનું આયોજન ઇતિહાસમાં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. 51 શક્તિપીઠના મંદિરમાં અનોખી (Gabbar Parvatraj of Ambaji was Aarti) આરતી કરવામાં આવી હતી. આપને જાણીને આશ્ચર્ય લાગશે કે, જે આરતી કરનાર બાળકો જોઈ રહ્યાં છો તે કોઈ કલાકાર નથી કે પછી કોઈ ફિલ્મ કે સિરિયલના દ્રશ્યોના પાત્રો નથી. પણ ગબ્બર પંથકમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકો છે.

ગુજરાતના ઇતિહાસમાં ભિક્ષાવૃત્તિ બાળકો દ્વારા પર્વતની અનોખી આરતી

આ પણ વાંચો :Maha shivaratri 2022: અંબાજીના શિવ મંદિરોમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો

અંબાજીના ગબ્બર પર્વત રાજની અનોખી આરતી

અંબાજી શક્તિ સેવા કેન્દ્ર સંચાલક ઉષા અગ્રવાલે આ તમામ બાળકોને ભિક્ષાવૃત્તિ છોડાવી અભ્યાસ કરતા કરી દીધા છે. જેમ કાશી વિશ્વનાથ હરિદ્વારમાં ગંગા (Aarti of the Mountain in Gujarat) આરતી કરવામાં આવે છે. તેવી જ રીતે આ એક નવો સીલસીલો જે કદાચ ઇતિહાસમાં પહેલીવાર હશે. ભિક્ષાવૃત્તિ બાળકો દ્વારા સાઉન્ડ સિસ્ટમને લાઈટ ડેકોરેશન સાથે અનોખી આરતી ઉતારવામાં આવી હતી.

આ પણ વાંચો :Gold Donation In Ambaji Tample: અમેરિકાના મહેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને રૂપિયા 48 લાખના સોનાનું દાન

શક્તિપીઠ અંબાજી ને ભિક્ષાવૃત્તિથી મુક્ત કરવાનો સંકલ્પ

અંબાજી મંદિરની આ આરતી જોઈને જિલ્લા કલેકટર આનંદ પટેલ સહિત મંદિરના વહીવટદાર આર.કે. પટેલ પણ આ બાળકો દ્વારા કરાયેલી આરતી ને જોઈ આશ્ચર્ય ચકિત થયા હતા. જોકે આ આરતીના આયોજક ઉષા બહેને જણાવ્યું હતું કે 9 વર્ષ પહેલા જ્યારે તેઓ ગબ્બર દર્શનાર્થે આવ્યા હતા. જ્યાં આ બાળકોને ભિક્ષાવૃત્તિ (Aarti by Begging Children in Ambaji) કરતા જોઈને સંકલ્પ કર્યો હતો કે, આ બાળકોનું જીવન બદલવું છે. ત્યારથી સતત પ્રયત્નશીલ બની ગબ્બર પંથકમાં મોટા ભાગના બાળકોને ભિક્ષાવૃતિ છોડાવી અભ્યાસમાં લગાવ્યા છે. ને હજી પણ વધુ બાળકો જે ભિક્ષાવૃતિ કરતા હોય તેમને પોતાના ખર્ચે અભ્યાસ કરાવી આગળ વધારવા સંકલ્પ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details