ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તરાખંડમાં જળપ્રલયની ઘટનાને લઈ બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્રએ કંટ્રોલ નંબર જાહેર કર્યો

બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર ઉતરાખંડમાં થયેલી પુરની ઘટના બાદ એલર્ટ બન્યું છે. તંત્ર દ્વારા ઉત્તરાખંડ ગયેલા લોકો માટે કંટ્રોલ નંબર જાહેર કરાયો છે. તેમજ આવા કોઈ પણ વ્યક્તિ અંગે કોઈ માહિતી મળે તો ત્વરિત ધોરણે તંત્રને જણાવવા અનુરોધ કરાયો છે.

ઉત્તરાખંડમાં જળપ્રલયની ઘટનાને લઈ બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્રએ કંટ્રોલ નંબર જાહેર કર્યો
ઉત્તરાખંડમાં જળપ્રલયની ઘટનાને લઈ બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્રએ કંટ્રોલ નંબર જાહેર કર્યો

By

Published : Feb 7, 2021, 10:11 PM IST

  • ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તુટવાને કારણે બંધ તૂટ્યો
  • બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ બન્યું
  • જિલ્લાનો કોઈ વ્યક્તિ ઉત્તરાખંડમાં ફસાયો હોય તો તેની માહિતી આપવા માટે કન્ટ્રોલ નંબર જાહેર કર્યો

બનાસકાંઠાઃ ઉત્તરાખંડમાં બરફનો પર્વત પીગળતા રાજ્યમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેના લીધે ઉત્તરાખંડ રાજ્યના અનેક વિસ્તારોની પ્રજા પ્રભાવિત થઈ છે. ત્યારે બનાસકાંઠાથી ઉત્તરાખંડ કેદારનાથ મહાદેવના દર્શને અનેક શ્રદ્ધાળુઓ જતાં આવતાં હોય છે. જેથી જિલ્લામાંથી ઉત્તરાખંડ ગયેલા લોકો તેમજ પૂરની સ્થિતિમાં ફસાયેલ લોકોની માહિતી આપવા જિલ્લા વાસીઓને જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.

જિલ્લા કલેક્ટર આનંદ પટેલ

જિલ્લાનો કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાય નહીં તેની પૂરતી કાળજી રાખવા તમામ અધિકારીઓને દિશા નિર્દેશ

વહીવટી તંત્રએ કંટ્રોલ રૂમ નંબર, ડિઝાસ્ટર મામલતદાર સહિત ડીપીઓ ડિઝાસ્ટરનો નંબર જાહેર કર્યા છે. તેમજ બનાસકાંઠા જિલ્લાના રહેવાસીઓ તેમજ સહેલાણીઓ ત્યાં ફસાયેલા હોય તો તાત્કાલિક એમની માહિતી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમના નંબર 02742-250627 તેમજ 1077 પર જાણ કરવા અનુરોધ કરાયો છે. આ અંગે જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ પુરમાં જિલ્લાનો કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાય નહીં તેની પૂરતી કાળજી રાખવા તમામ અધિકારીઓને જિલ્લા કલેકટરે દિશા નિર્દેશ આપ્યાં છે.

ઉત્તરાખંડમાં જળપ્રલયની ઘટનાને લઈ બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્રએ કંટ્રોલ નંબર જાહેર કર્યો

ABOUT THE AUTHOR

...view details