બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. મંગળવારે વહેલી સવારથી જ અમીરગઢ પાસે આવેલી બનાસ નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી બનાસનદીમાં નવા નીર
બનાસકાંઠાઃ જિલ્લામાં ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડતા બનાસ નદીમાં નવા નીરના આગમન થયા છે. આ વર્ષે સારો વરસાદ પડતા લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
Banas nadi in banaskantha
બનાસકાંઠામાં ગત્ વર્ષે ભારે દુષ્કાળના કારણે ખેતરોમાં પાકને પાણી ન મળતા નિષ્ફળ ગયો હતો, ત્યારે આ વર્ષે બનાસ નદી બે કાંઠે વહેતી હોવાથી લોકોમાં આનંદ છવાયો છે. આ વર્ષે સિઝનમાં ચોથીવાર બનાસનદી બે કાંઠે વહી રહી હોવાથી દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક શરૂ થઈ છે, ત્યારે બનાસનદી 24 કલાક વહેતી રહે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.