ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજીમાં વન વિભાગ દ્વારા સલાઈ ગુંદરનો જથ્થો પકડી પાડતા ગુગળના વેપારીઓમાં ભારે ખળભળાટ - અંબાજી ઉત્તર રેન્જના આર.એફ.ઓ

યાત્રાધામ અંબાજીમાં વન વિભાગ દ્વારા ગુગળ તરીકે વેચાતા સલાઈ ગુંદરનો જથ્થો પકડી પાડતા ગૂગળના વેપારીઓમાં ભારે ખળભળાટ મચ્યો હતો.

ambaji
બનાસકાંઠા

By

Published : Feb 8, 2020, 10:18 PM IST

બનાસકાંઠા : અંબાજીમાં વન વિભાગ દ્વારા ગુગળ તરીકે વેચાતા સલાઈ ગુંદરનો જથ્થો પકડી પડાતા ગુગળના વેપારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અંબાજી ઉત્તર રેન્જના આર.એફ.ઓને મળેલી બાતમીના આધારે ડી.એફ.ઓ. ડૉ.અન્શુમાન શર્માના માર્ગદર્શન હેઠળ કુંભારીયા વિસ્તારમાં રમેશ રાવળની માર્બલ આર્ટિકલની દુકાનમાં સલાઈ ગુંદર ( ગુગળ) મોટા જથ્થામાં રખાયો હોવાની હકીકત મળી હતી.

અંબાજીમાં વન વિભાગ દ્વારા સલાઈ ગુંદરનો જથ્થો પકડી પાડતા ગુગળના વેપારીઓમાં ભારે ખળભળાટ

જેના આધારે વન વિભાગના તમામ કર્મચારીઓએ રેઈડ કરતા સલાઈ ગુંદરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં એક હજાર ત્રણસો કિલો જેટલો જથ્થો પકડી પાડવામાં અંબાજી વન વિભાગને સફળતા મળી હતી. જેમાં પકડાયેલા સલાઈ ગુંદરની કિંમત ત્રણ લાખ ઉપરાંતનો આ ગુગળનો જથ્થો અંબાજી વન વિભાગે પકડી પાડ્યો હતો.

આ સલાઈ ગુંદર અંબાજીમાં ગુગળના નામે વેચાતો હોય છે. આ ગુંદરનો જથ્થો આ વેપારી પાસે કોઈ પણ જાતના આધાર પુરાવા કે જરૂરી કાગળો ન હોવાથી બિનઅધિકૃત જથ્થો પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે

ABOUT THE AUTHOR

...view details