ડીસામાં વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો
ડીસા : શહેરમાં પોલીસને પેટ્રોલીગ દરમિયાન બાતમીને આધારે વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વાહન ચાલક સામે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળ ફરીયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ, જુગારની પ્રવુતિ નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના આપી હતી. પી.એલ. વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર અને એ.એ.ચૌધરી LCBના ડીસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.તે દરમિયાન બાતમી આધારે ડીસામાં ઇનોવા ગાડી પકડી હતી. ગાડીની તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલ નંગ-95 મળી કુલ રુપિયા 79460 ,3 મોબાઈલ ,ગાડી મળી કુલ2,86,960નો મુદામાલ ઝપ્ત કર્યો હતો. ગાડીના ચાલક પ્રતીક રણમલભાઈ વાઢીયા સામે ડીસા દક્ષીણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળ ફરીયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.