- કોરોનાનો કહેર યથાવત
- અંબાજી મંદિર પરિષર બન્યુ સુમસામ
- અંબાજી મંદિર બંધ કરવામાં આવ્યું
- અંબાજીમાં યાત્રિકોની અવર જવર પણ બંધ થઈ ગઇ
બનાસકાંઠાઃ રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અંબાજી મંદિરને ચૈત્ર નવરાત્રીથી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિરના પ્રવેશ દ્વારો પણ બંધ કરવામાં આવ્યા છે. એટલુ જ નહી અંબાજી શહેરમાં મહત્તમ વેપાર, ધંધા યાત્રિકો ઉપર ચાલે છે. પણ અંબાજી મંદિર બંધ થતાં અંબાજીમાં યાત્રિકોની અવર જવર પણ બંધ થઈ ગઇ છે. અંબાજીના બજારમાં પણ સન્નાટો છવાઈ ગયો છે. ક્યાંક બજારોમાં એકલ દોકલ લોકો ફરતા નજરે પડે છે. સ્થાનિક વેપારને લઈ કેટલીક દુકાનો ખુલ્લી છે, જ્યારે જે વેપાર યાત્રિકોથી ચાલે છે તેવી અનેક દુકાનો સ્વૈચ્છિક બંધ જોવા મળી રહી છે. હાલ અંબાજીમાં યાત્રિકો ન આવતા હોટલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા અને રેસ્ટોરન્ટના ધંધા પડી ભાંગ્યા છે
આ પણ વાંચોઃ રાજ્ય સરકાર આવી એક્શન મોડમાં, ગુજરાતમાં પ્રવેશતાની સાથે RTPCRનો નેગેટિવ રિપોર્ટ બતાવો પડશે