ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં 74માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી - ડીસાના તાજા સમાચારૉ

આજે સમગ્ર દેશમાં 74માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ડીસા શહેરમાં પણ વિવિધ સ્થળો પર રાષ્ટ્રધ્વજને સલામી આપી 74માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ETV BHARAT
ડીસામાં 74માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

By

Published : Aug 16, 2020, 12:49 AM IST

Updated : Aug 16, 2020, 6:55 AM IST

બનાસકાંઠાઃ આજનો દિવસ ભારતના ઇતિહાસમાં શ્રેષ્ઠ દિવસ તરીકે ગણવામાં આવે છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણા દેશને આઝાદ કરાવવા માટે ન જાણે કેટલા સ્વાતંત્રત સેનાનીઓએ સ્વાતંત્રતા માટે પોતાનો જીવ ગુમાવ્યો છે. આજનો દિવસ તે બધા શહીદોને યાદ કરવાનો દિવસ છે. આજે સમગ્ર દેશમાં 74 સ્વાતંત્ર પર્વની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી. સૌપ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર ભારતમાં તમામ સ્થળોએ દેશવાસીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી આજના પર્વની ઉજવણી કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં પણ વિવિધ સરકારી કચેરીઓમાં 74માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ડીસા મામલતદાક કચેરી ખાતે 74માં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ડીસાના નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના રાષ્ટ્રીય ધ્વજવંદન કાર્યક્રમમાં સૌપ્રથમ રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજના પ્રસંગે કોરોના વાઇરસની મહામારીમાં જે લોકોએ ડીસામાં શ્રેષ્ઠ કામગીરી કરી, તેવા લોકોનું વિશિષ્ટ સમ્માનન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય, ડીસા મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.

ડીસામાં 74માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

બીજી તરફ ડીસાના મેઈન બજાર વિસ્તાર ગણાતા ગાંધી ચોક વિસ્તારમાં પણ 74માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડીસાના નગરસેવક શિલ્પા માળીએ ધ્વજવંદન કર્યું હતું. આ જ ડીસાના ધારાસભ્ય પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સ્વતંત્રતા દિવસના યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જ કોરોના વાઇરસ મહામારીમાં જે પણ વ્યક્તિઓએ કોરોના વોરિયર્સ તરીકે ડીસામાં રાત-દિવસ ફરજ બજાવી છે, તે તમામ લોકોનો ડીસાના ધારાસભ્ય દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

Last Updated : Aug 16, 2020, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details