ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ કર્મચારીઓના ટીકટોક વાઇરલ વીડિયોને લઇને થરાદ પોલીસે કર્યો પરિપત્ર જાહેર - થરાદ પોલીસે કર્યો પરિપત્ર જાહેર

પાલનપુર: સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેવા વાયરલ વીડિયો મામલે થરાદમાં પોલીસ અધિક્ષકે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે એક પરિપત્ર જાહેર કરી કોઈપણ પોલીસ કર્મીએ ગણવેશમાં કોઈ પણ ટીકટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો.

ગુજરાત પોલીસ

By

Published : Jul 29, 2019, 9:14 AM IST

છેલ્લા કેટલાક સમયથી રાજ્યના પોલીસ કર્મચારીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ મામલે મહેસાણામાં મહિલા પોલીસ કર્મચારીનો વીડિયો ટીકટોક પર વાયરલ થતા પોલીસ ઓફિસરોમાં જાણે એક્ટિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેને પગલે પોલીસ કર્મચારીઓને પોલીસના પદની શાખની જાળવણી કરવા માટે થઇને ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરનારા કર્મચારીઓ વિરૂદ્ધ શિક્ષાત્મક પગલા લેવાયા છે. તો પોલીસના પદની શાખને ધ્યાનમાં લઇને બનાસકાંઠાના થરાદ તાલુકાના પોલીસ અધિક્ષક દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.

DYSP, થરાદ

થરાદના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે, કોઈપણ પોલીસ કર્મચારીએ ગણવેશમાં ટીકટોક કે અન્ય કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોલીસના ગણવેશમાં વીડિયો નહીં બનાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો કોઇ પણ પોલીસ કર્મચારી આ પ્રકારનો વીડિયો બનાવ્યો હોવાની જાણ થશે. તો તે પોલીસ કર્મચારી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ પોલીસ કર્મચારી કોઈ મનોરંજનમાં ખાસ રસ કે પ્રતિભા ધરાવતા હોય તો તેમને પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવી જેથી પ્રતિભા ધરાવતા કર્મચારીઓને યોગ્ય કાર્યક્રમોમાં તક આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગુજરાતીમાં ટિકટોક પર વીડિયો વાયરલ કરનાર ત્રણ પોલિસ કર્મચારીઓને પોલીસ વિભાગની ફરજ પરથી સસ્પેન્ડ પણ કરવામાં આવી ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details