બનાસકાંઠા: એકજ અઠવાડિયામાં પોલીસે સતત ત્રીજીવાર જુગારધામ પર દરોડો પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ગત મોડીરાત્રે થરાદ તાલુકાના જેતડા ગામે જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા થરાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન જેતડા ગામે દરોડા પાડતા 13 શખ્સો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે 13 જુગારીઓની અટકાયત કરી બાઇક સહિત 10.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
થરાદના જેતડા ગામેથી જુગારધામ ઝડપાયું,13 લોકોની અટકાયત
બનાસકાંઠાના થરાદ તાલુકાના જેતડા ગામમાં જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા.જેમાં 13 લોકોની પોલીસે અટકાયત કરી લાખોનો મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
થરાદ: જેતડા ગામેથી જુગારધામ ઝડપાયું,13 લોકોની પોલીસે કરી અટકાયત
ઉલ્લેખનીય છે કે અગાઉ ડીસા અને ભાભરમાં બે જગ્યાએ સરહદી રેન્જ ભુજ અને એલસીબીએ જુગારધામ પકડી પાડતા સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવી હતી જે મામલે એક મહિલા પીએસઆઈ સહિત 9 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા હવે સ્થાનિક પોલીસ સક્રિય બની જુગરિયાઓ પર તવાઈ વરસાવી રહી છે.