- મહામારીના સમયમાં ફળોના ભાવ પણ ડબલ અને ત્રણ ગણા જેટલા વધી ગયા
- ફ્રૂટના વેપારીઓ તેમજ મામલતદાર સાથે મળીને ફ્રૂટના ભાવ નક્કી કરાયા
- વેપાર સ્થળની મુલાકાત લઈ વેપારીઓ સાથે ચર્ચા કરીને ફળોના છુટક ભાવો નક્કી કરાયા
બનાસકાંઠા :જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ ખાતે આજે ફ્રૂટના વેપારીઓ તેમજ મામલતદાર સાથે મળીને ફ્રૂટના ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. ફ્રૂટના ભાવમાં સતત વધારો થતા ગરીબ દર્દીઓને ફ્રૂટ ખરીદવામાં મુશ્કેલીઓ પડતી હતી. જેને લઈને મામલતદાર અને ફ્રૂટના વેપારીઓ સાથે મળીને બેઠક યોજી હતી.
આ પણ વાંચો : કોરોના સંક્રમણ કાળમાં મોસંબી અને સંતરાના ભાવમાં વધારો
ફળોના ભાવ ડબલ અને ત્રણ ગણા જેટલા વધી ગયા
જિલ્લામાં કોરોના મહામારીના સમયમાં ફળોના ભાવ પણ ડબલ અને ત્રણ ગણા જેટલા વધી ગયા હતા. જે નાળિયર , ચીકુ, નારંગી ,સંતરા એક મહિના પહેલા જે ભાવે મળતા હતા તે અત્યારે ડબલ અને ત્રણ ગણા ભાવે મળતા ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓની હાલત કફોડી બની હતી. જેના અનુસંધાને ગઇકાલે શુક્રવારે થરાદ તાલુકાના ફળોના જથ્થાબંધ તથા છૂટક વેપારીઓની સાથે મામલતદારે બેઠક યોજી હતી. જેમાં ફળોના વેપાર સ્થળની મુલાકાત લઈ વેપારીઓ સાથે ચર્ચા કરી ફળોના છુટક ભાવો નક્કી કરવામાં આવ્યા છે.