1971માં જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. ત્યારે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીના શાસનમાં થરાદના શિવનગરમાં પાકિસ્તાનથી 100થી પણ વધુ પરિવારો આવી વસ્યા હતા. જ્યાં તેઓ 48 વર્ષથી થરાદમાં રહી અને મતદાન કરી રહ્યા છે ત્યારે આ પરિવારની સરકાર પાસે અનેક રજૂઆતો છે. આ પરિવારે મતદાન મથક પહોંચીને મતદાન કર્યું હતું. તો આ સાથે જ સરકારને રજૂઆત પણ કરી હતી કે સરકાર તેમને રહેવા માટે થોડી જમીન આપે.
1971ના યુદ્વ પછી પાકિસ્તાનથી ભારત આવી ગયેલા 500થી વધુ લોકોએ કર્યુ મતદાન
બનાસકાંઠા: જિલ્લાના થરાદમાં ખાલી પડેલી વિધાનસભાની ચૂંટણીનું મતદાન ચાલુ છે. ત્યારે 1971માં પાકિસ્તાનથી અલગ પડેલા અને ભારતમાં આવી વસેલા થરાદના લોકોએ પોતાની અનેક માંગણીઓ સાથે મતદાન કર્યું હતું.
થરાદ પેટા ચૂંટણીમાં પાકિસ્તાનથી વસેલા લોકોએ કર્યું મતદાન
થરાદના શિવનગર વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા 100થી પણ વધુ પરિવાર રહે છે. તેમની મતદાનની સંખ્યા 500થી પણ વધુ છે. ત્યારે તેઓએ મતદાન મથક પર પહોંચી જણાવ્યું હતું કે, અમે જે પણ ઉમેદવારને મત આપીએ છીએ તે ઉમેદવાર જીતશે તો જરૂરથી અમારી જે માંગણીઓ છે તે પૂર્ણ કરશે.