ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદ પેટાચૂંટણીઃ ભાજપનું કમળ ખીલશે કે કોંગ્રેસનો પંજો પડશે?, 21એ મતદારો લેશે નિર્ણય...

થરાદઃ ગુજરાતમાં આગામી સમયમાં સાત વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે છેલ્લા દિવસે 6 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા હવે 7 ઉમેદવારો મેદાન ટકરાશે.

tharad-by-election

By

Published : Oct 3, 2019, 10:05 PM IST

આગામી સમયમાં જ્યારે સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલ લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાતા થરાદ વિધાનસભાની સીટ ખાલી થઈ હતી. જેની ચૂંટણી આગામી 21 તારીખે યોજાશે, ત્યારે 13 ઉમેદવારોએ ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય પક્ષમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

આજે ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે 13 ઉમેદવારમાંથી 6 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા હવે આગામી 21 તારીખે થરાદ ખાતે યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. આ ચૂંટણીમાં ખાસ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર રહેશે. બીજીતરફ સ્થાનિક લોકોના પ્રશ્નોનો કોઈ જ પક્ષ નિરાકરણ ન લાવતા લોકો આ વખતે કઈ બાજુ મતદાન કરે છે તે તો ચૂંટણી પરિણામ બાદ જ બહાર આવશે.

થરાદ બેઠક પર ઉમેદવારોની યાદી..
1. પટેલ જીવરાજભાઈ જગતાભાઈ ( ભાજપ )

2. પૂંજાભાઈ નવાભાઈ રબારી
( એન. સી પી, ઘડિયાળ )

3. રાજપૂત ગુલાબસિંગ પીરાભાઈ ( કોંગ્રેસ )

4. ઈશ્વરભાઈ હરસેંગાભાઈ પટેલ
( અપક્ષ , ટેલિવિઝન )

5. ચરમટા ભરતકુમાર ખેમાભાઈ
( અપક્ષ, ટ્રેકટર ચલાવતો ખેડૂત )

6. પરમાર સેધાભાઈ વાઘાભાઈ
( અપક્ષ, ઓટો રીક્ષા )

7. કે.એન ભાપડીયા ( જોશી )
(અપક્ષ, હેલિકોપ્ટર)

ABOUT THE AUTHOR

...view details