ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદ પેટાચૂંટણી: જાણો થરાદ બેઠકનું સમીકરણ, ચૌધરી પટેલનો દબદબો

બનાસકાંઠા: 21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી અને પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. જેમાં ગુજરાતમાં પણ ખાલી પડેલી 6 બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આજ ક્રમમાં થરાદ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, થરાદ બેઠક પર પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને મતગણતરી 24 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

tharad by election

By

Published : Oct 15, 2019, 3:46 PM IST

Updated : Oct 15, 2019, 5:20 PM IST

મતદારોની સંખ્યા

થરાદ વિધાનસભા મતવિસ્તારમાં કુલ-2,17,803 મતદારો છે. જેમાં પુરૂષ-1,15,684 અને સ્ત્રી-1,02,119 છે. તથા 613 દિવ્યાંગ મતદારો છે. થરાદ વિધાનસભા વિસ્તારમાં કુલ- 260 મતદાન મથકો છે. થરાદ વિસ્તાર રાજસ્થાન રાજ્યને અડીને આવેલો છે. તેથી ચૂંટણી પંચની માર્ગદર્શીકા પ્રમાણે બોર્ડર વિસ્તારના અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

થરાદ પેટાચૂંટણી

થરાદનો ભૂગોળ

ભારત પાકિસ્તાનની સરહદથી 40 કિલોમીટર અને રાજસ્થાનની સરહદથી 15 કિલોમીટર દૂર આવેલું અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગમાં વસેલું છે. થરાદ શહેર, આમ તો આ શહેરની સ્થાપના અંદાજે 2000 વર્ષ પહેલાં વાઘેલા રાજપૂતો દ્વારા કરવામાં આવી હતી. થિરપુર, થિરાદ જેવા જુદા જુદા નામો ધરાવતું થરાદ ભાષાના અપભ્રંશના કારણે થરાદ બન્યું. વર્તમાન સમયની વાત કરીએ તો વાવ બેઠકમાંથી 2012માં વિભાજન થતા થરાદ વિધાનસભા બેઠકની રચના થઈ. થરાદ વિધાનસભા મતવિસ્તાર થરાદ સહિત લાખણી તાલુકાનો કેટલોક ભાગ ધરાવે છે.

થરાદ પેટાચૂંટણી

જાતિગત સમીકરણ

થરાદ વિધાનસભા બેઠક પર જાતિવાદી સમીકરણની વાત કરીએ તો થરાદમાં દેશી ચૌધરી પટેલના સૌથી વધુ મતદારો છે. તેમની સંખ્યા 44,904 છે. જ્યારે બીજા ક્રમે મારવાડી ચૌધરી સમાજ આવે છે. મારવાડી ચૌધરી સમાજના મતદારોની સંખ્યા 21,844 છે. જ્યારે 34,444 મતદારો ઠાકોર સમાજના આવે છે.26,321 મતદારો દલિત સમાજના14,467 મતદારો રબારી સમાજના, 9,000 રાજપૂત સમાજના, 8,675 પ્રજાપતિ સમાજના, 6,535 મુસ્લિમ સમાજના જ્યારે 52,613 મતદારો ઇત્તર સમાજના છે.

Last Updated : Oct 15, 2019, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details