ડીસા: રાજ્ય સરકારના નાણાં પ્રધાન કનુ દેસાઇ દ્વારા વર્ષ 2022-23નું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે ખાસ ટેબલેટ યોજના (Tablet Scheme For Students In Gujarat)અંતર્ગત 3 લાખ વિદ્યાર્થીઓને 200 કરોડ રૂપિયાની ફાળવણી (Budget For Tablet Scheme Gujarat) કરવામાં આવી છે.
ડીસા કોલેજમાં વિદ્યાર્થીઓમાં નારાજગી
ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (dnp arts and commerce college deesa)ની પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. ડીસા DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અભ્યાસ કરતા 1800 જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરમાંટેબલેટમાટે ઓનલાઈન અરજી (Online Application For Tablet) કરી હતી. આજે આ તમામ વિદ્યાર્થીઓનું છેલ્લું વર્ષ આવી ગયું છે, પરંતુ હજી સુધી આ એક પણ વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે, સરકાર માત્ર વિદ્યાર્થીઓ માટે જાહેરાત કરવા ખાતર કરે છે, પરંતુ વિદ્યાર્થીઓ સુધી સરકારની યોજના પહોંચતી નથી. ત્યારે સરકાર યોજના અમલમાં મૂક્યા બાદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી હતી.
આ પણ વાંચો:સસ્તા ભાવે ટેબલેટ આપવાના બહાને 18 જેટલા ટ્યુશન સંચાલકો સાથે થઇ દોઢ કરોડની છેતરપિંડી