ગુજરાત

gujarat

ETV Bharat / state

ઢોંગી સ્વામીએ બે સંતાનની માતાને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું - પ્રેમજાળમાં ફસાવી

બનાસકાંઠામાં એક ઢોંગી સ્વામીએ બે સંતાનની માતાને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. મૂળ હિમાચલ પ્રદેશના વતની એવા સ્વામીએ મહિલાને મકાન આપવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાં હોવાની ફરિયાદ નોંધાઇ છે.

Swami
ઢોંગી

By

Published : Aug 20, 2020, 11:07 PM IST

બનાસકાંઠા: હિમાચલ પ્રદેશના એક સ્વામીએ એક બે સંતાનની માતાને મકાન આપવાની લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવી હતી. બાદમાં તેના બે બાળકોને પોતાના શિષ્ય બનાવી તેમજ પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલાને પોતાના મકાન પર બોલાવીને સાત દિવસ સુધી ગોંધી રાખી આ લંપટ સ્વામીએ મહિલા સાથે દુષ્કર્મ તેમજ સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાલનપુર પૂર્વ પોલિસે આ લંપટ સ્વામી સામે ફરિયાદ નોંધાતા તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઢોંગી સ્વામીએ બે સંતાનની માતાને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

બે સંતાનની 36 વર્ષીય મહિલાને વર્ષ 2017માં મકાન આપવાની લાલચ આપી તેને પ્રેમ જાળમાં ફસાવી હતી અને વર્ષ 2018માં મહિલાને પોતાના મકાને બોલાવી ત્યાં તેને સાત દિવસ ગોંધી રાખી હતી, અને તેના પર દુષ્કર્મ તેમજ સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જો કે, મહિલાને સ્વામી એ ગોંધી રખાઈ હોવા અંગે સોસાયટીના રહીશો દ્વારા મહિલાના પતિને જાણ કરવામાં આવતાં મહિલાના પતિએ સ્વામીની ચુંગાલમાંથી પોતાની પત્નીને છોડાવી હતી. જો કે, આ મહિલાએ સ્વામીના દબાણવશ થઈને તેના પતિને છૂટાછેડા આપ્યા હતા અને દુષ્કર્મ અંગે કોઈને કહીશ તો તેના પરિવારને જાન થી મારી નાખવાની સ્વામીએ ધમકી આપી હતી. પીડિત મહિલાએ પોતાની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારનાર સ્વામી વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપી સ્વામીને ઝડપી લીધો હતો.

ઢોંગી સ્વામીએ બે સંતાનની માતાને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

સ્વામીએ છ મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી હતી, વૈભવી જિંદગી જીવતા મૂળ હિમાચલ પ્રદેશના સ્વામીએ મહિલાઓને મકાન, ગાડી, સ્ફૂટી, દાગીના આપવાની લાલચો આપીને છ મહિલાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી હોવાના પીડિત મહિલાએ આક્ષેપ કર્યા છે. ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details