- બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાની ઘટનાઓમાં વધારો
- પાલનપુર ખાતે અંધશ્રદ્ધામાં સારવાર લીધેલા કોરોના દર્દીનુ મોત
- આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
બનાસકાંઠાઃદેશ ભલે 21મી સદીના ટેકનોલોજી અને સાયન્સના યુગ તરફ હરણફાળ ભરી રહ્યો હોય પરંતુ ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાં હજુપણ અંધશ્રદ્ધાની કેટલીય ઘટનાઓ આજે પણ બને છે. આજે પણ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં નાની મોટી બીમારીઓમાં ગ્રામીણ વિસ્તારના લોકો અંધશ્રદ્ધામાં સારવાર કરાવતા હોય છે.
આ પણ વાંચોઃ પાલનપુરમાં અંધશ્રદ્ધાએ કોરોના દર્દીનો લીધો જીવ, વીડિયો વાયરલ
ઘટનાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
પાલનપુરમાં એક કોરોના ગ્રસ્ત દર્દીને તેના ગુરૂએ મંત્ર, તંત્ર, જાપ અને વિધિ કર્યા બાદ દર્દીનું મોત થયું હોવાના વાઇરલ થયેલા વિડિયો મામલે પાલનપુર પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે, આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે એક મહિના અગાઉ કચ્છના આડેસર ખાતે રહેતા ભવનભાઈ પ્રજાપતિને એક મહિના અગાઉ પાલનપુરના રામજીનગર ખાતે રહેતા તેમના નાનાભાઈ દિનેશભાઈ પ્રજાપતિના ઘરે આવ્યા હતા. પાલનપુર આવ્યા બાદ ભવનભાઇ કોરોના સંક્રમિત થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા પરંતુ કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળતા દર્દીને ઘરે પરત લાવ્યા હતા અને ઘરે તબીબી સારવારના બદલે કચ્છના રાપર ખાતે રહેતા તેમના ગુરૂ મોહન ભગતને વિધિ માટે બોલાવ્યા હતા.