ગુજરાત

gujarat

ETV Bharat / state

Sukhram Rathva At Ambaji : વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા અંબાજી પહોચ્યાં, શું માગ્યું? - Gujarat Assembly Election 2022

વિધાનસભામાં વિરોધપક્ષ નેતા સુખરામ રાઠવા માતાજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે મા અંબાના દર્શન માટે શક્તિપીઠ અંબાજી (Sukhram Rathva At Ambaji ) પહોંચ્યા હતાં.તેમણે ભાજપને હરાવવાની (Gujarat Assembly Election 2022) શક્તિ આપવા મા અંબાને પ્રાર્થના કરી હતી.

Sukhram Rathva At Ambaji : વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા અંબાજી પહોચ્યાં, શું માગ્યું?
Sukhram Rathva At Ambaji : વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા અંબાજી પહોચ્યાં, શું માગ્યું?

By

Published : Jan 17, 2022, 8:09 PM IST

અંબાજીઃ વિધાનસભામાં વિરોધપક્ષ નેતા સુખરામ રાઠવા આજે માતાજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે મા અંબાના દર્શન માટે શક્તિપીઠ અંબાજી પહોંચ્યા (Sukhram Rathva At Ambaji ) હતાં. સર્કીટહાઉસથી કોંગ્રેસના કાર્યકર્તાઓનાં વિશાળ કાફલા સાથે માતાજીના ઘોષ સાથે પગપાળાં માતાજીનાં દર્શનાર્થે નિકળ્યાં હતાં.

આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવા શક્તિ માગતાં રાઠવા

શક્તિદ્વારે જ નમન કર્યાં

જ્યાં સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તાઓ સહિત ધારાસભ્ય કાંતી ખરાડી તેંમજ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા તેમનું ન(Sukhram Rathva At Ambaji ) સ્વાગત કરાયુ હતું. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ હોવાથી સુખરામ રાઠવાએ શક્તિદ્વાર આગળ અન્ય યાત્રીકોની જેમ માતાજીને નમન કરી દર્શન કર્યા હતાં.

આ પણ વાંચોઃ Exam Paper Leak In Gujarat: RSSના લોકોને નોકરી અપાવવાનો પ્રયત્ન છે પેપર લીક, વિપક્ષના નેતા સુખરામ રાઠવાના BJP પર પ્રહાર

વિધાનસભાની ચૂંટણીમાં સરકાર બદલવા શક્તિ માગી

(Sukhram Rathva At Ambaji ) રાઠવાએ જણાવ્યું હતું કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સરકારને બદલવા શક્તિ માંગી છે અને તે શક્તિથી ગુજરાતમાં કુશાસનને બદલે સુશાસન લાવવાના પ્રયત્નો કરવા પ્રાર્થના (Gujarat Assembly Election 2022) કરી હતી. સાથે વધુમાં ઉમેર્યુ હતું કે ગુજરાતના તમામ શક્તિધામોના આશીર્વાદ કોંગ્રેસની સાથે જ છે.
આ પણ વાંચોઃ Congress Leader Attack on Government: ટ્રમ્પને બોલાવીને જે ભૂલ કરી તે સરકાર હવે ન કરે, વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું નિવેદન

ABOUT THE AUTHOR

...view details