ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતોને જમીનનું વળતર ન મળતા સુઇગામ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપ્યું - Garabadi village

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત ખાતેદારોની કપાતમાં ગયેલી જમીનનું કપાત વળતર ન ચુકવતા ખેડૂતો દ્વારા સુઇગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

ખેડૂત જમીન મુદ્દોઃ સુઇગામ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપ્યું
ખેડૂત જમીન મુદ્દોઃ સુઇગામ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપ્યું

By

Published : Sep 24, 2020, 11:38 AM IST

બનાસકાંઠાઃ સુઇગામ તાલુકાના ગરાબડી ગામના ખેડૂત ખાતેદારોએ કપાતમાં ગયેલી જમીનનું કપાત વળતર ન ચુકવતા સુઇગામ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

બનાસકાંઠાના સુઇગામ તાલુકાના ગરાબડી ગામના ખેડૂતોએ પોતાની જમીન નર્મદા નિગમને આપી હતી પરંતુ જમીનનું વળતરના ચૂકવતા ખેડૂતોએ સુઇગામ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતુ. ગરાબડી ગામના ખેડૂતોની જમીન કપાતમાં ગયેલી હતી. તે જમીનનું પુરતું વળતર અપાવામા આવ્યુ ન હતુ. જે અંગે ગરાબડી ગામના ખેડૂતોએ રાધનપુર નર્મદા નિગમની કચેરીએ ધક્કા ખાઈને કંટાળી ગયા હતા.

ખેડૂત જમીન મુદ્દોઃ સુઇગામ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપ્યું

જેથી રાધનપુર કચેરીના જવાબદાર નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા ખેડૂતોને જમીનના વળતર બાબતે કોઈ સચોટ માહિતી ન આપતા ખેડૂતોએ આખરે કંટાળી સુઇગામ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે, કેનાલમાં કપાતમાં ગયેલી જમીનનું અત્યારના ભાવ પ્રમાણે વ્યાજબી વળતર ચૂકવવા અરજ કરી હતી.

ખેડૂત જમીન મુદ્દોઃ સુઇગામ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપ્યું

ઉલ્લેખનીય છે કે, માઇનોરમાં અન્ય ગામોની કપાત જમીનનું વળતર ચૂકવાયું છે પરંતુ ગરાબડી ગામના ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા છે અને નર્મદા નિગમના રાધનપુરના અધિકારીઓ દ્વારા ખેડૂતોને કોઈ સંતોષકારક જવાબ ન મળતા છેલ્લા બે વર્ષથી રાધનપુર કચેરીના ધક્કા ખાઈ પરેશાન થઈ ગયા છે. જેથી ગરાબડી ગામના ખેડૂતોને સત્વરે કેનાલ કપાતમાં ગયેલા જમીનના વળતરના નાણા ચૂકવાય તેવી ખેડૂતોની માગ છે.

ખેડૂત જમીન મુદ્દોઃ સુઇગામ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપ્યું

ABOUT THE AUTHOR

...view details