બનાસકાંઠાઃ જિલ્લા SOG અને જિલ્લા પોલીસે નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરતા મોટી સફળતા મળી છે. સાત લાખથી વધુ કિંમતની બે હજારના દરની નકલી નોટો સાથે બે આરોપીને SOG પોલીસે ઝડપાયા છે. બે હજારના દરની કુલ 384 નકલી નોટો સાથે રૂપિયા 7.68 લાખ સાથે આરોપીઓ ઝડપાયા છે. આ નકલી નોટોના ષડયંત્રમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સામેલ છે. આ વ્યક્તિ નકલી નોટ સાથે અંબાજીથી વાવ જતાં પોલીસે ઝડપી પાડ્યો છે.
બનાસકાંઠામાં SOG પોલીસનું સફળ ઓપરેશન, નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો કર્યો પર્દાફાશ SOG પોલીસે પાલનપુરના ચડોતર ગામ પાસે રાત્રિ દરમ્યાન પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન તાલુકા પંચાયત કારોબારી ચેરમેન લખેલી કારને રોકવી તેમાં તપાસ કરતા નકલી નોટો ઝડપાઈ હતી. વાવ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના સદસ્યના પતિ રામાભાઈ પટેલની કારમાં નકલી નોટોનો ગોરખધંધો ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતું.
બનાસકાંઠામાં SOG પોલીસનું સફળ ઓપરેશન, નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો કર્યો પર્દાફાશ જ્યારે નકલી નોટોની ડિલિવરી લેવા માટે આવનાર હમીરભાઈ પટેલને પણ પોલીસે ઝડપી પાડયા હતો. પોતાની ગાડી આગળ ભાજપનો સીમ્બોલ લગાવી આરોપી પોલીસને ભ્રમિત કરવા ઈચ્છતો હતો. પરંતુ પોલીસે આ સમગ્ર નકલી નોટ કૌભાંડનો પર્દાફાસ કર્યો છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
બનાસકાંઠામાં SOG પોલીસનું સફળ ઓપરેશન, નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો કર્યો પર્દાફાશ નોટબંદી બાદ પણ નકલી નોટો બનાવવાનું કૌભાંડ યથાવત છે. પોલીસે અત્યારે તો પોણા આઠ લાખ રૂપિયાની નકલી નોટો ઝડપી આરોપીઓની ઉલટ તપાસ હાથધરી છે. પરંતુ આ કેસમાં જો તપાસ અધિકારી વધુ ઊંડાણપૂર્વક તપાસ કરે તો નકલી નોટ બનાવવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે.