ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદમાં સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટની બદલી કરવા નાયબ કલેકટરને કરી રજૂઆત - થરાદ નાયબ કલેકટર

થરાદની સિવિલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ઘણા વર્ષોથી હનીફભાઈ ટી.ઘાચી નામનો વ્યક્તિ ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવે છે. થરાદના જાગૃત નાગરિકો દ્વારા જાહેર હિતમાં જણાવ્યું છે કે, આ કર્મચારી તેના સમયપાલનમાં અનિયમિત હોય છે, તેની મરજી મુજબ દવાની બારી પર બેસે છે. આથી હોસ્પિટલના દર્દીઓને દવાની જરૂરિયાત હોય ત્યારે સમયસર ન મળી શકવાના કારણે તાત્કાલીક બદલી કરવાની માંગ ઉઠી છે.

Tharad
થરાદ

By

Published : Oct 28, 2020, 1:25 PM IST

  • થરાદ સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટની મનમાની
  • દર્દીઓને સરકારની દવાઓનો લાભ મળતો નથી
  • ફાર્માસિસ્ટની બદલી કરવા જાગૃત નાગરિક દ્વારા નાયબ કલેકટરને રજૂઆત

બનાસકાંઠા: થરાદ સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટનો કર્મચારી રેફરલ હોસ્પિટલને પોતાની જાગીર સમજી બેઠો હોય તેમ મનસ્વી વર્તન કરે છે, તે કોઈને પણ ગાંઠતો નથી. જોકે, રાજ્યની સંવેદનશીલ સરકાર સમગ્ર રેફરલ હોસ્પિટલને બદનામ કરતા આ કર્મચારીને સુધારવાની તેને શિસ્તના પાઠ ભણાવે તેવી જાગૃત નાગરિક દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

ફાર્માસિસ્ટની બદલી કરવા નાયબ કલેકટરને કરી રજૂઆત

થરાદ સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટની બદલી કરવા જાગૃત નાગરિક દ્વારા નાયબ કલેકટરને રજૂઆત કરી છે. થરાદની સિવિલ હોસ્પિટલમાં ફોર્માસિસ્ટ તરીકે કેટલાંય વર્ષોથી હનીફ.ટી. ઘાંચી નામનો વ્યક્તિ ફાર્મસિસ્ટ તરીકે ફરજ બજાવે છે. આ કર્મચારી તેના સમયપાલનમાં અનિયમિત છે, તે તેની મરજી મુજબ દવાની બારી પર બેસે છે. આથી હોસ્પિટલમાં દર્દીને દવાની જરૂરિયાત હોય ત્યારે સમયસર મળી નહીં શકવાના કારણે દર્દીઓને નાછૂટકે બહારથી દવા લાવવી પડે છે. તેમજ પ્રજાને સરકારની દવાઓનો લાભ મળતો નથી અને ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડે છે.

થરાદમાં સિવિલ હોસ્પિટલના ફાર્મસિસ્ટની બદલી કરવા નાયબ કલેકટરને કરી રજૂઆત
થરાદમાં સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટની બદલી કરવા નાયબ કલેકટરને કરી રજૂઆત
ફાર્માસિસ્ટ બેફામ બનતા લોકોમાં રોષઆ હનીફ રંગીન મિજાજ માટે પણ જાણીતો છે, તેના ફેમિલી લાઇફમાં પણ ભૂતકાળમાં તેના પર ફરિયાદ થયેલ છે. તેમજ હોસ્પિટલ માટે કલંક અને લાંછનરૂપ ઘટનાઓ પણ ચર્ચાઈ રહી છે કે, તે પંથકની ગરીબ અને અભણ તથા ભોળી યુવતીઓનું શારીરિક શોષણ કરે છે. રેફરલમાં સારવાર અર્થે આવતી બહેન દીકરીઓની શારીરિક છેડતીઓ પણ કરે છે. જ્યારે આબરૂ જવાની બીકથી તેનો શિકાર બનેલી કોઈ યુવતી તેની સામે ફરિયાદ કરવા બહાર આવે તેમ પણ નથી. જે ભાજપની સંવેદનશીલ સરકાર માટે ખરેખર ખૂબ જ અશોભનીય કહી શકાય એમ છે. ત્યારે ફાર્માસિસ્ટની સામે પગલાં ભરવામાં આવે તોવી લોકમાંગ ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details