ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાઃ દૈયપ વિસ્તારમાં વધતી દારૂની પ્રવૃતિઓને ડામવા દૈયપ પંચાયત દ્વારા માવસરી પોલીસને રજૂઆત

વાવ તાલુકાનાના દૈયપ પંથકના ગામોમાં દારૂની પ્રવૃતિઓને ડામવા દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયતના લેટર ઉપર દૈયપ સરપંચે 16 ઓક્ટોબરના રોજ માવસરી પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

VAV
વાવના દૈયપ વિસ્તારમાં વધી રહેલ દારૂની પ્રવૃતિઓને ડામવા દૈયપ પંચાયત દ્વારા માવસરી પોલીસને કરી રજુઆત

By

Published : Oct 17, 2020, 2:22 PM IST

  • દૈયપ પંથકના ગામોમાં દારૂની પ્રવૃતિઓને ડામવા પંચાયત દ્વારા માવસરી પોલીસને રજૂઆત
  • રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશી રહી છે દારૂની ગાડીઓ
  • બુટલેગરો બેફામ બની કરી રહ્યા છે દારૂની હેરાફેરી

બનાસકાંઠા : વાવ તાલુકાનાના દૈયપ પંથકના ગામોમાં દારૂની પ્રવૃતિઓને ડામવા દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયતના લેટર ઉપર દૈયપ સરપંચે 16 ઓક્ટોબરના રોજ માવસરી પોલીસને લેખિત રજુઆત કરવામાં આવી છે. જોકે, ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. ગુજરાત પોલીસ દારૂ બંધીને ડામવા સક્રિય છે. ત્યારે સરકાર દ્વારા નશીલા પદાર્થ અને દારૂ જેવી પ્રવૃતિઓ નાબૂદ કરવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. જેમાં દૈયપ સરપંચ લેખિતમાં જણાવી રહ્યા છે કે, મીઠાવીચારણથી રોજે રોજ દારૂની ભભકાદાર ગાડીઓ નીકળી રહી છે. જોકે, આ વિસ્તાર રાજસ્થાનને જોડતો છેવાડાનો વિસ્તાર છે. અહીંથી માત્ર અંદાજે 5 કિલોમીટર દૂર રાજસ્થાન બોર્ડર આવેલી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂની ગાડીઓ પ્રવેશી રહી છે, કોઈને કાયદાનો ડર નથી. બુટલેગરો બેફામ બન્યા છે.

વાવના દૈયપ વિસ્તારમાં વધી રહેલ દારૂની પ્રવૃતિઓને ડામવા દૈયપ પંચાયત દ્વારા માવસરી પોલીસને કરી રજુઆત

દૈયપ વિસ્તારના ગામોમાં દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેંચાણ થઈ રહ્યું છે. યુવાધન નશીલા રવાડે ચડી રહ્યું છે, અત્યારની યુવા પેઢી બેકાર બની રહી છે. જેથી દૈયપ પંચાયતની રજૂઆત છે કે, માવસરી પોલીસ સક્રિય બને અને આ દારૂનો વેપાર બંધ કરાવે. જેથી યુવાધન દારૂને રવાડે ચડતું અટકે અને દારૂબંધી નાબૂદ થાય એવી સ્થાનિક લોકોની પણ માંગ છે.

ABOUT THE AUTHOR

...view details