- ડીસા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિધાર્થીઓનો હંગામો
- અનેકવાર રજૂઆતો કરવા છતાં 3 વર્ષથી ટેબલેટ આપ્યાં નથી
- તાત્કાલિક ટેબલેટ નહીં મળે તો ઉગ્ર આંદોલનની વિદ્યાર્થીઓની ચીમકી
ડીસાઃ કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ આધુનિક વિશ્વ સાથે કદમ મિલાવી શકે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે સરકાર દ્વારા 1 હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવાની જાહેરાત કરાઈ હતી. જે મુજબ યુનિવર્સિટીની કેસીજી ટેબલેટ સ્કીમ અંતર્ગત વિદ્યાર્થીઓએ પીસ ભર્યા હતાં. જેમાં ડીસાની કોલેજના પણ 1795 જેટલા વિદ્યાર્થીઓએ 17 લાખ જેટલા પૈસા જટલા રૂપિયા જમા કરાવવા હતાં. જ્યારે યુનિવર્સિટી માં કુલ 34 હજાર જેટલા વિદ્યાર્થીઓએ 3.40 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતાં. તેમ છતાં એક પણ વિદ્યાર્થીને હજુ સુધી ટેબલેટ મળ્યું નથી. કોલેજના પ્રથમ સેમિસ્ટરમાં અભ્યાસ કરતા હતાં ત્યારે આ ટેબલેટના નાણાં જમા કરાવ્યા હતાં પરંતુ હવે કોલેજના વિદ્યાર્થીઓ પાંચમા સેમેસ્ટરમાં આવ્યાં છે અને કોલેજ પણ હવે પૂર્ણ થવા આવી છે તેમ છતાં પણ હજુ સુધી તેમને ટેબલેટ મળ્યાં નથી. આ અંગે વિદ્યાર્થીઓએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી નથી તો વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યાં કે નથી નાણાં પરત મળ્યાં.
અનેકવાર રજૂઆતો કરવા છતાં 3 વર્ષથી ટેબલેટ આપ્યાં નથી ટેબલેટ માટે કોલેજમાં વિદ્યાર્થીઓનો હગામોડીસા કોલેજમાં sem-1થી વિદ્યાર્થીઓ ટેબલેટ વગર અભ્યાસ કરી રહ્યાં છે. કોલેજ દ્વારા ટેબલેટ ન આપતાં ગ્રામીણ વિસ્તારમાંથી આવતા અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. કોરોનાવાયરસની મહામારીના કારણે કૉલેજનો તમામ અભ્યાસક્રમ online કરવામાં આવ્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓ પાસે ટેબલેટ ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. એકવાર કોલેજમાં રજૂઆત કરવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી કોલેજ દ્વારા ટેબલેટ આપવામાં આવ્યાં ન હતાં. જેથી કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે ડીસાની કોલેજ કેમ્પસમાં યુનિવર્સિટીના સંચાલકો અને સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. કોલેજના આચાર્ય રાજુભાઈ દેસાઈને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ડીસા કોલેજના પ્રિન્સિપાલ રાજુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ડીસા વિદ્યાર્થીઓએ જમા કરાવેલ પૈસા અમે સમયસર યુનિવર્સિટીમાં જમા કરાવ્યાં હતાં. પરંતુ યુનિવર્સિટી દ્વારા હજુ સુધી ડીસા કોલેજના એક પણ ટેબલેટની ફાળવણી કરાઈ નથી, આ બાબતે ડીસા કોલેજ તરફથી વારંવાર પત્ર લખી જાણ પણ કરવામાં આવી છે તેમ છતાં ટેબલેટ નથી આપવામાં આવ્યાં.
તાત્કાલિક ધોરણે ટેબલેટ આપવા વિદ્યાર્થીઓની માગસરકાર ભલે વિદ્યાર્થીઓના હિતની વાતો કરતી હોય પરંતુ પરિસ્થિતિ કંઈક ઓર જ દર્શાવે છે. કોલેજના વિદ્યાર્થીઓ ટેબલેટ માટે પૈસા જમા કરાવ્યા બાદ કોલેજ પૂર્ણ થવા આવી હોવા છતાં પણ હજુ સુધી એક પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યાં નથી ત્યારે ખરેખર આજ રીતે ભણશે ગુજરાત? હાલ તો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એક જ માગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ટેબલેટ આપવામાં આવે.આ પણ વાંચોઃ
ડીસાની વિદ્યાર્થિનીઓએ વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવી ગરીબ મહિલાઓમાં કર્યું વિતરણ