ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ભુજ રેન્જની કડક કાર્યવાહી, 9 પોલીસકર્મી સસ્પેન્ડ - sp

જિલ્લામાં જુગાર મામલે રેન્જ આઇજી અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે. જિલ્લામાં બે જગ્યાએ જુગાર મામલે પોલીસની નિષ્ક્રિયતા સામે આવતા એક પીએસઆઈ સહિત નવ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભુજ રેન્જની કડક કાર્યવાહી, 9 પોલીસકર્મી સસ્પેન્ડ
ભુજ રેન્જની કડક કાર્યવાહી, 9 પોલીસકર્મી સસ્પેન્ડ

By

Published : Jun 3, 2020, 1:35 AM IST

બનાસકાંઠા : રેન્જ આઈ.જી અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ જુગારની બદીને ડામવા કમર કસી છે. જેમાં આર.આર.સેલ ભુજ અને સાયબર ક્રાઈમ સેલ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બે જગ્યાએ રેડ પાડી જુગારધામ ઝડપ્યું હતું.

ડીસા પાસે આવેલા જુનાડીસા ગામે બે દિવસ અગાઉ જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા હતા. જ્યારે મંગળવારે ભાભર પાસે બલોધર ગામેથી પણ જુગાર રમતા 12 શખ્સો સહિત 5.72 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ બંને જગ્યાએ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવી હતી જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગગલે ભાભરના PSI આશાબેન ચૌધરી સહિત 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે ડીસા રૂરલ પોલીસ મથકના કુલ 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. આમ, બે કેસમાં એક PSI સહિત કુલ 9 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details