- ડીસા તાલુકામાં રખડતાં પશુઓના ત્રાસ વધ્યો
- રખડતાં પશુઓને અટકાવવા સ્થાનિક લોકોએ અનેકવાર આંદોલન કર્યું છે
- તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા 25થી વધુ લોકો રખડતા પશુઓનો ભોગ બન્યા છે
- ડીસાના સ્થાનિક લોકોએ મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ અધિક્ષક સામે નોંધાવી ફરિયાદ
બનાસકાંઠાઃ જિલ્લામાં રખડતા ઢોર માથાનો દુખાવો બનતા 11 જાગૃત નાગરિકોએ હવે તંત્ર સામે બાંયો ચડાવી છે. ડીસા શહેરના 11 જાગૃત નાગરિકોએ તંત્ર સામે લેખિતમાં CRPC 133 મુજબ નાયબ કલેક્ટર સમક્ષ ફરિયાદ આપી છે. શહેરમાં રખડતા પશુઓના લીધે અસંખ્ય લોકોના મોત નિપજ્યાં હોવાને પગલે આ ફરિયાદ કરવામાં આવી છે.
રખડતાં પશુઓને અટકાવવા સ્થાનિક લોકોએ અનેકવાર આંદોલન કર્યું છે જિલ્લામાં રખડતા પશુઓનો ગંભીર પ્રશ્ન
ઉત્તર ગુજરાતનું વેપારી મથક ડીસા શહેર.ડીસામાં અત્યારે સહુથી મોટો કોઈ માથાના દુખાવા સમાન પ્રશ્ન હોય તો તે છે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ.શહેરમાં પશુઓ જાહેર માર્ગો પર જાણે કે ટહેલતા હોય તેમ જાહેર માર્ગો પર અડિંગો જમાવીને બેઠા છે.અને જાહેર માર્ગો પર ટહેલતા આ પશુઓ જ્યારે બેકાબૂ બને છે લોકોને અડફેટમાં લેતા હોય છે.અને અત્યારસુધીમાં આ રખડતા પશુઓના લીધે અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે અને કેટલાય લોકોના મોત નીપજી ચૂક્યા છે.શહેરના મુખ્ય રસ્તાઓ પર મોત બનીને ફરી રહેલા આ રખડતા પશુઓને હટાવવામાં નિષ્ફળ નીવડેલી નગરપાલિકાથી સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.
11 સ્થાનિકોએ નોંધાવી ફરિયાદ
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં પશુઓના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ બાબતે અનેક વખત સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી. તો આખરે પાલિકાની આ નિષ્ફળતાને પગલે ડીસાના 11 જાગૃત નાગરિકોએ જાહેરમાં અરાજકતા ફેલાવવા પાલિકા, મામલતદાર અને DySPને કસૂરવાર ઠેરવીને લેખિતમાં નાયબ કલેક્ટરને CRPC 133 મુજબ કાર્યવાહી કરવાની માગ કરી છે અને જો આગામી સમયમાં હજી પણ સ્થાનિક તંત્ર કોઇ કાર્યવાહી નહીં કરે તો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા 25થી વધુ લોકો રખડતા પશુઓનો ભોગ બન્યા છેતંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા 25થી વધુ લોકો રખડતા પશુઓનો ભોગ બન્યા છે પશુઓ માટે અનેક કાયદાઓ
ડીસા શહેરમાં રખડતાં પશુઓના નિકાલ માટે સ્થાનિકોએ અનેક વાર ઘરણા તેમ જ ભૂખ હડતાલ કરી છે. તેમ છતાં પણ આજદિન સુધી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત નગરપાલિકા પાસે રખડતા પશુઓને ઝડપી પાડવા અનેક સત્તાઓ આપવામાં આવી છે. છતાં પણ આજ દિન સુધી સ્થાનિક તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી, જેના પગલે અત્યાર સુધી 25થી પણ વધુ લોકો રખડતાં પશુઓનો ભોગ બન્યા છે. નગરપાલિકા દ્વારા અગાઉ પણ 2થી 3 વાર રખડતાં પશુઓને પકડવા માટેની ઝૂંબેશ કરવામાં આવી છે, પરંતુ આ જ બંધ થતા ડીસા શહેરમાં જૈ સે થેની પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે. આના કારણે હાલ અસંખ્ય લોકો આ પશુઓના કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાની ભૂલ છુપાવી
ડીસા શહેરમાં રખડતા પશુઓને પકડી પાડવામાં નિષ્ફળ નીવડેલી ડીસા નગરપાલિકાનો આ અંગે સંપર્ક કરતાં પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા અગાઉ પણ રખડતા પશુઓ પકડવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું, પરંતુ પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલક દ્વારા પશુઓ સ્વીકારવામાં આવતા ન હોવાના લીધે આ સમસ્યા સર્જાઈ રહી છે.
રખડતાં પશુઓને ઝડપી પાડવા પાંજરાપોળ સાથે બેઠક યોજાશે
શહેરમાં રખડતા પશુઓને ઝડપી પાડવામાં નિષ્ફળ નીવડેલી નગરપાલિકા આ બાબતે પાંજરાપોળ અને ગૌશાળાઓ દ્વારા પશુઓ સ્વીકારવામાં ન આવતા હોવાનો રાગ આલાપી રહી છે. બીજી તરફ નગરજનો શહેરમાં રખડતા પશુઓથી પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે કોઈ કાર્યવાહી થાય છે. કે કેમ તે આવનારો સમય બતાવશે.
આ પણ વાંચો-રખડતા ઢોરોને લઈને મનપાની નવી પોલિસી, રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસથી પશુની ગતિવિધિ પર રાખી શકાશે નજર
આ પણ વાંચો-ભાવનગરમાં છે તો ભાજપની સરકાર પણ નથી થઈ રહી ગૌસેવા