ગુજરાત

gujarat

ETV Bharat / state

Ambajiમાં પ્રસાદ કે અન્ય ચીજવસ્તુઓની ખરીદીના નામે છેતરપિંડી ન થાય તે માટે પગલાં લેવાશે - Steps will be taken to prevent fraud in Ambaji

અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના (Ambaji Temple Trust) અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર (Banaskantha Collector) ના માર્ગદર્શનમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં યાત્રાળુઓ સાથે સૌજન્યપૂર્વક વ્યવહાર તેમજ પ્રસાદ કે અન્ય ચીજવસ્તુઓની ખરીદીના નામે માઈભક્તો સાથે છેતરપિંડી ન થાય તે માટે જાગૃતિ લાવવા વેપારી એસોસિએશન (Ambaji traders Association ) સાથે ચર્ચા કરવામાં આવી હતી.

Ambaji Temple Trust
Ambaji Temple Trust

By

Published : Jun 26, 2021, 9:09 PM IST

  • પૂજાપો કે પ્રસાદમાં હવે લૂંટ નહીં મચાવાય
  • વેપારીઓ સાથે પ્રશાસને કરી બેઠક
  • યાત્રિકો સાથે છેતરપિંડી નહીં થવાની ખાતરી મેળવાઈ

અંબાજીઃ યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે જગતજનની મા અંબાના દર્શનાર્થે આવતા યાત્રિકો સાથે વેપારીઓ દ્વારા પ્રસાદ પૂજાપાના નામે લૂંટ ચલાવાતી હોવાના અહેવાલો મળ્યાં હતાં. જે અનુસંધાને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના (Ambaji Temple Trust) અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર (Banaskantha Collector) આનંદ પટેલના માર્ગદર્શન અને સુચના મુજબ યાત્રાળુઓ સાથે સૌજન્યપૂર્વક વ્યવહાર તેમજ પ્રસાદ કે અન્ય ચીજ વસ્તુઓની ખરીદીના નામે માઈભક્તો સાથે છેતરપિંડી ન થાય તે માટે (Steps will be taken to prevent fraud) જાગૃતિ કેળવવા અંબાજીના વિવિધ વેપારી એસોસિએશન (Ambaji traders Association ) સાથે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટર એસ. જે. ચાવડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

વેપારીઓ દ્વારા પ્રસાદ પૂજાપાના નામે લૂંટ ચલાવાતી હોવાના અહેવાલો

યાત્રાળુઓ પ્રસાદ કે અન્ય ચીજવસ્તુઓની ખરીદીના નામે છેતરપિંડી ન થાય તે માટે પગલાં (Steps will be taken to prevent fraud) લેવાના ભાગરુપે પંચાયત, રેવન્યુ, તોલમાપ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો ગુપ્ત રીતે નજર રાખી શંકાસ્પદ જગ્યાએ ઓચિંતી ત્રાટકશે. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ અંબાજી આવતા યાત્રાળુઓની ફરિયાદના નિવારણ માટે પોલીસ અને ગ્રાહક સુરક્ષા કચેરીના કર્મચારીઓ માઇભક્તોની સેવામાં તહેનાત રહેશે.

પંચાયત, રેવન્યુ, તોલમાપ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો ગુપ્ત રીતે નજર રાખશે

આ પણ વાંચોઃ અંબાજી મંદિરમાં પૂનમ નિમિત્તે ભક્તોની ભીડ, ક્યાંય પણ Social Distance ન જળવાયું

કડક સૂચનો કરવામાં આવ્યાં

શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં યાત્રિકો આવે છે. અંબાજી ખાતે યાત્રિકો સાથે સુચારુ વ્યવહાર થાય તેમજ પ્રસાદ તેમજ અન્ય ચીજવસ્તુઓના નિયમાનુસાર જ ભાવ લેવામાં આવે તે માટે વેપારીઓને સૂચના આપવામાં આવી હતી અને કડક સૂચનો કરવામાં આવ્યાં હતાં. જેમાં ખાસ કરીને યાત્રિકો સાથે છેતરપિંડીનો કિસ્સો બહાર આવશે તો (Steps will be taken to prevent fraud) કડક કાર્યવાહી કરવા, પ્રસાદ જેવી ખાદ્યવસ્તુનું વેચાણ કરનારે હવે ફૂડ વિભાગનું લાયસન્સ લેવા બાબતે,દરેક વેપારીએ ગ્રાહક જોઈ શકે તે પ્રમાણે ભાવપત્રક લગાવવા, ચાંદીની ખોટી ખાખર ન વેચવા,રોડ વચ્ચે પ્રસાદના એજન્ટો ઊભા રહી શકશે નહીં અને વહીવટી તંત્ર દ્વારા પ્રસાદના એજન્ટો પર ઊભા રહેવા કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હેલ્પ ડેસ્કની પણ શરૂઆત

છેતરપિંડીનો (Steps will be taken to prevent fraud) ભોગ બનનાર યાત્રિકોની મદદ માટે પીત્તલ ગેટ પાસે હેલ્પ ડેસ્કની પણ શરૂઆત કરવામાં આવી છે. જ્યાં કાયદાકીય બાબતો વિશે સમજ આપવામાં બેઠકમાં મામલતદાર, મદદનીશ ટી.ડી.ઓ. પોલીસ અધીકારી, મદદનીશ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ, જિલ્લા તોલમાપ અધિકાર, ગ્રાહક સુરક્ષા વેપારીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં મામલતદાર, મદદનીશ ટી.ડી.ઓ. પોલીસ અધિકારી, મદદનીશ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ, જિલ્લા તોલમાપ અધિકાર, ગ્રાહક સુરક્ષા વેપારી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ ત્રીજી લહેરને લઈ ભારે અસમંજસ છે પણ એવું થાય તો સરકારે ઉચિત પગલાં લઈ રાખ્યાં છે

ABOUT THE AUTHOR

...view details