- કોરોના વાઇરસની મહામારી બાદ કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ બજેટ રજૂ કરાયુ
- બજેટમાં 100 માર્કેટયાર્ડ ઓનલાઇન કરવાની જાહેરાત
- દેશના વડાપ્રધાને એપીએમસી ઓનલાઇન કરવાનો કાયદો 2015માં લાવ્યો
ડીસા : કોરોના વાઇરસની મહામારી બાદ કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ બજેટ રજૂ કરાયુ હતું. કોરોના વાઇરસની મહામારી બાદ કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આમ તો કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 20 જાન્યુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઇ આ બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.
બજેટને લઈ ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી જોવા મળી
કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતભરમાં વિવિધ યોજનાઓ બજેટમાં રજૂ કરવામાં આવી હતી. જેના થકી સમગ્ર ભારતભરમાં ખેડૂતો પશુપાલકો અને ઉદ્યોગો ચલાવતા વેપારીઓમાં આ બજેટને લઈ ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી જોવા મળી હતી.
બજેટમાં 100 માર્કેટયાર્ડ ઓનલાઇન કરવાની જાહેરાત
કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિકાસ માટે વિવિધ યોજનાઓનું બજેટ રજૂ કરવામાં આવ્યું, ત્યારે સમગ્ર ભારતભરમાં એપીએમસીનો વિકાસ વધે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા 100 જેટલી એપીએમસીને ઓનલાઈન કરવાની જાહેરાત કરી હતી. જોકે આ ઓનલાઈન કરવાની પદ્ધતિ સ્થાનિક લેવલથી કરવામાં આવે તો જ ખેડૂતોને લાભ થઈ શકે તેમ છે.
બનાસકાંઠામાં 13 APMC કાર્યરત
બનાસકાંઠા જિલ્લામાં પણ 14 જેટલી એપીએમસી આવેલી છે. જેમાંથી 13 એપીએમસી હાલ કાર્યરત છે ,આ તમામ એપીએમસી ઉપર રોજના મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ખેતરમાં તૈયાર થયેલો માલ વેચવા માટે આવે છે. દર વખતે ખેડૂતો પોતાનો અલગ અલગ પાક લઈને માર્કેટ યાર્ડમાં આવતા જોવા મળે છે જેના કારણે રોજેરોજ ઓનલાઇન પદ્ધતિના કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે તેમ છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એપીએમસી ઓનલાઇન યોજના બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે કોઈ ફાયદો કરી ન શકે તેઓ ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી જણાવ્યું હતું.
APMC ઓનલાઇન કરવાનો કાયદો 2015માં આવ્યો
APMC ઓનલાઇન કરવાનો કાયદો 2015માં આવ્યો હતો. કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં 100 જેટલી APMCને પણ ઓનલાઈન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ ઓનલાઈન કરવાની પદ્ધતિ કરવામાં આવે તો જ ખેડૂતોને સીધો લાભ થઈ શકે તેમ છે. આમ તો એપીએમસીને ઓનલાઇન કરવાનો કામગીરી સરકાર દ્વારા 2015માં કરવામાં આવી હતી. નેશનલ એગ્રીકલ્ચર પોલીસી 2015થી ઓનલાઇન APMC કરવાની શરૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં આ યોજના લોન્ચ કરી હતી. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની ડીસા એપીએમસી સહિત દેશની કેટલીક APMC જોડાઈ હતી. ખેડૂતોને લઇને આવતા કૃષિ પેદાશોની ક્વોલિટી ગુણવત્તા અલગ અલગ હતી અત્યારે પ્રાથમિક તબક્કે તકલીફ પડી રહી છે. ત્યારે ગ્રામીણ લેવાથી આ સિસ્ટમ વિકસાવવામાં આવે તો જ તેનો પૂરો લાભ ખેડૂતોને થઈ શકે તેમ છે.