ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં કોવિડ ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ - બનાસકાંઠામાં શાળાઓ શરૂ

આજે સોમવારથી બનાસકાંઠા જિલ્લાની 585 માધ્યમિક શાળાઓમાં પણ રાબેતા મુજબ રૂબરૂ શિક્ષણ શરૂ થયું છે. જેથી જિલ્લાના 30 ટકા વાલીઓએ બાળકોને શાળા મોકલવાની સંમતિ આપી છે., ત્યારે પાલનપુરના કુંભાસણની માધ્યમિક શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ માસ્ક તેમજ કોવિડ ગાઈડલાઈન મુજબ શાળાઓમાં પ્રવેશ કરાવ્યો હતો.

કોવિડ ગાઈડલાઈન મુજબ સ્કૂલ શરૂ
કોવિડ ગાઈડલાઈન મુજબ સ્કૂલ શરૂ

By

Published : Jan 11, 2021, 10:02 PM IST

  • આજથી ધોરણ 10 અને 12ના કુલ 82,000 વિદ્યાર્થીઓનું ઓફલાઇન શરૂ
  • એક બેન્ચીસ પર એક જ વિદ્યાર્થીને બેસવાની વ્યવસ્થા
  • જિલ્લા શિક્ષણ અધિકારીએ કુંભાસણ શાળામાં શિક્ષકો સાથે કરી બેઠક

બનાસકાંંઠાઃ જિલ્લામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ આજે સોમવારથી શરૂ કરાયું છે, ત્યારે શાળામાં વિદ્યાર્થીને થર્મલ ગન વડે તપાસી સેનિટાઈઝ કરેલી બેન્ચીસો પર સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડાયા હતા. એક બેન્ચીસ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવી રહ્યા છે.

સરકારે 30 ટકા અભ્યાસક્રમ ઘટાડયો

શાળાઓ 10 મહિના બાદ ખુલી હોવાથી 30 ટકા જેટલો અભ્યાસક્રમ ઘટાડી દેવાયો છે. આ ઉપરાંત પરીક્ષા નજીક હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં અગત્યના વિષયો જ ભણાવશે. આ સાથે જ 2 દિવસ અગાઉ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલી જાહેરાત અનુસાર બોર્ડની આગામી પરીક્ષાને ધ્યાને લઈ શાળાઓ શનિવારે સમગ્ર દિવસ અને રવિવારે પણ અડધો દિવસ શરૂ રહેશે.

કોવિડ ગાઈડલાઈન મુજબ સ્કૂલ શરૂ

30 ટકા વાલીઓએ ઓફલાઈન શિક્ષણ માટે સંમત્તિ આપી

બનાસકાંઠામાં ધોરણ 10ના 54,770 અને ધોરણ 12ના 27,732 વિદ્યાર્થીઓ મળી કુલ 82,000થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવતાં હતા. જો કે, ઓફલાઈન શિક્ષણ માટે 30 ટકા વાલીઓએ જ સંમત્તિ આપી છે.

ABOUT THE AUTHOR

...view details