ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી મેળા માટે 1500 એક્સટ્રા બસ ચલાવવા એસટી વિભાગનો નિર્ણય - અંબાજી મેળા

યાત્રાધામ અંબાજીમાં ભરાનાર ભાદરવી પૂનમના મેળાની તૈયારી ચાલી રહી છે. આ વર્ષે યાત્રિકોની સંખ્યા વધુ આવવાની શક્યતાઓ સાથે વરસાદી માહોલ પણ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ વખતે મેળા માટે 1500 એક્સટ્રા બસ ચલાવવાનો નિર્ણય એસટી વિભાગે કર્યો છે. લોકોને દર્શનનો લાભ મળે તે માટે વોટરપ્રુફ સમિયાણા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.Ambaji Bhadarvi Poonam Mela 2022, Ambaji Mela 2022

અંબાજી મેળા માટે 1500 એક્સટ્રા બસ ચલાવવા એસટી વિભાગનો નિર્ણય
અંબાજી મેળા માટે 1500 એક્સટ્રા બસ ચલાવવા એસટી વિભાગનો નિર્ણય

By

Published : Sep 3, 2022, 2:57 PM IST

બનાસકાંઠાગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને (Ambaji Mela 2022 )ગણતરીના દિવસો બાકી રહેતા મેળા થનગનાટ શરુ થઇ ગયો છે. આ વર્ષે યાત્રિકોની સંખ્યા વધુ આવવાની શક્યતાઓ (Ambaji Bhadarvi Poonam 2022)સાથે વરસાદી માહોલ પણ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. અંબાજી આવતા યાત્રિકોને કોઈ હેરાનગતિ ન થાય તે માટે નાના મોટા અનેક વોટરપ્રુફ સમિયાણા બાંધવામાં આવી રહ્યા છે. સુચારુ રૂપથી દર્શનનો લાભ મળે તે માટે વોટરપ્રુફ સમિયાણા સાથે વોટરપ્રુફ લાઈન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અંબાજી મેળો

આ પણ વાંચોઅંબાજી ભાદરવી પૂનમ મેળો 2022 માટે હંગામી પ્લોટની હરાજીની પ્રક્રિયા શરુ કરાઇ

એક્સટ્રા બસ ચલાવવાનો નિર્ણયઅંબાજી પગપાળા આવેલા યાત્રિકોને પરત (Ambaji Bhadarvi Poonam Mela)પોતાના વતન જવા માટે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા પણ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે મેળા માટે 1500 એક્સટ્રા બસ ચલાવવાનો નિર્ણય એસટી વિભાગે કર્યો છે. એસટી આપના દ્વારે યોજના અંતર્ગત યાત્રિકોનો બસની કેપેસીટી પ્રમાણે બુકીંગ કરાવશે તો એસટી બસ તેમના ગામ, શહેરને સોસાયટી સુધી મૂકી જવાની પણ વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચોયાત્રાધામ અંબાજીમાં કોરોનાના બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

7 હંગામી બસ સ્ટેશનઅંબાજી થી દાંતા તરફ જવા,અંબાજી થી પાલનપુરને રાજસ્થાનમાં આબુરોડ તરફ જવા અલગ અલગ રૂટ ઉપર હંગામી બસ સ્ટેશન બનાવી યાત્રિકોની સુવિધા હાલનું બસ સ્ટેશન બંધ કરી મેળા માટે 7 હંગામી બસ સ્ટેશન પરથી આ તમામ વાહન વ્યવહાર કાર્યરત કરાશે. અંબાજીથી અમદાવાદ જવા, અંબાજીથી દાંતા તરફ જવા ,અંબાજીથી પાલનપુરને રાજસ્થાનમાં આબુરોડ તરફ જવા અલગ અલગ રૂટ ઉપર હંગામી બસ સ્ટેશન બનાવી યાત્રિકોની સુવિધાને પુરી પડાશે. જો કોઈ વાહન ખોટવાય તો તેના માટે પણ પૂરતું આયોજન કર્યા હોવાનું પણ એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details