ધાનેરા તાલુકાના કોટડા ગામના લોકોને જમીનમાં વિપુલ માત્રામાં દાટેલો સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ધાનેરા તાલુકા હેલ્થ અધિકારીને જાણ થતાં કોટડા ગામે પહોંચી પંચકેસ કર્યા બાદ ગામ્રજનોના નિવેદનના આધારે તપાસ હાથ ધરી હતી. જો કે, ગ્રામજનોને તંત્રની કાર્યવાહીથી અસંતુષ્ટ જોવા મળ્યા હતા.
બનાસકાંઠામાં જમીનમાંથી મળી આવ્યો સરકારી દવાનો જથ્થો
બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરા તાલુકામાં કોટડા ગામે સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં તાલુકા હેલ્થ અધિકારી ઘટના સ્થળે પહોચ્યાં ત્યારે ભીનું સંકેલવાનો પ્રયત્ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યા હતા.
ઘાનેરાના કોટડા ગામે જમીનમાંથી સરકારી દવાનો જથ્થો દાટેલી હાલતમાં મળી આવ્યો
આ ઘટના અંગે ગ્રામજનો આક્રોશપૂર્વક જણાવી રહ્યાં છે કે, ટી.ઓચ.ઓની તપાસથી લાગે છે કે, આ ઘટનામાં તે પણ સામેલ છે. માટે આ મુદ્દે કાર્યવાહી થાય છે કે નહીં,એ એક પ્રશ્ન છે. માટે આ ઘટનાની તપાસ વહેલામાં વહેલી તકે કરવાની માગ કરી રહ્યાં છે.