બનાસકાંઠાઃ ડીસા ખાતે કાર્યરત DNP આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે દર વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્પોર્ટએ દરેક વ્યક્તિ માટે લાભદાયક હોય છે. સ્પોર્ટના કારણે દરેક વ્યક્તિનું ફિટનેસ પણ જળવાઈ રહેતું હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવે છે.
ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્પોર્ટ ડેની ઉજવણી - DNP Arts and Commerce College
સ્પોર્ટ્સ ડેમાં DNP કોલેજ દ્વારા 100 મીટર દોડ, રસાખેચ, દોરડા કૂદ, ગોળા ફેક, લીંબુ ચમચી જેવી રામતોનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથો સાથ કોલેજના પ્રોફેસરો પણ આ રમતોત્સવમાં ભાગ લઇ નાના બાળકોની જેમ રમતા નજરે પડ્યા હતા.

ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્પોર્ટ ડેની ઉજવણી કરાઈ
ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્પોર્ટ ડેની ઉજવણી કરાઈ
દર વર્ષે વિવિધ શાળાઓ તેમજ કોલેજોમાં સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી ભણતરની સાથે સાથે રમત-ગમતમાં પણ ભાગ લે, હેતુથી ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં 1,2,3 નંબરને ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર સ્પોર્ટ્સ ડેનું આયોજન પ્રોફેસર ડૉક્ટર આર ડી ચૌધરી તથા કોલેજના સ્ટાફ સાથે મળી કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.