બનાસકાંઠાઃ બનાસકાંઠાના નડાબેટ ગામ સહિત અનેક ગામે ભારતની સરહદ ફેલાયેલી છે અને સરહદની રક્ષા કાજે બીએસએફ જવાનોની લોખંડી સુરક્ષા પણ તહેનાત રહેતી હોય છે. આ સુરક્ષા સંભાળતાં બીએસએફના જવાનોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવા છેલ્લાં ચાર વર્ષથી અમદાવાદના ડો. પ્રકાશ કુરમીએ બીડું ઝડપ્યું છે. તેઓે પોતાના પરિચિત 15થી વધુ ડોકટરો સાથે ભારતીય સરહદ ખાતે ઉપસ્થિત રહીને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરે છે.
સરહદ પરના નડાબેટમાં સેનાના જવાનો અને સેવાવ્રતી ડૉક્ટરોની વિશેષ બની રહી આ મુલાકાત, યોજાયો ફ્રી મેડિકલ કેમ્પ - exclusive story
દેશની સરહદની સુરક્ષા માટે દિવસરાત ખડેપગે તહેનાત રહેતાં જવાનો માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ એટલા માટે ખાસ બની રહ્યો કે તેમાં અમદાવાદના 12થી વધુ ડોક્ટરો ભારતીય સરહદ ખાતે યોજાયેલા મેડિકલ કેમ્પમાં સેવા આપવા માટે ઉપસ્થિત રહ્યાં હતાં. ડોક્ટર દ્વારા છેલ્લાં ૩ વર્ષથી આ રીતે સેવા આપવામાં આવી રહી છે.
સરહદ પરના નડાબેટમાં સેનાના જવાનો અને સેવાવ્રતી ડૉક્ટરોની વિશેષ બની રહી આ મુલાકાત, યોજાયો ફ્રી મેડિકલ કેમ્પ
પ્રવાસન વિભાગ દ્વારા સીમા દર્શન માટે નડાબેટ ખાતે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નડાબેટ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પના આયોજક ડોકટરોની વિશેષ દેશભક્તિભર્યાં કાર્યથીી બીએસએફના જવાનોની દેશસેવાનો ઉત્સાહ ઔર બુલંદ થયો છે.