- બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીની ઘટનામાં વધારો
- ચોરીના ગુનામાં SOGને મળી વધુ એક સફળતા
- પોલીસે 10 બાઇક સહિત 2.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લાં છ મહિનાથી ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વાહનચોરી, મકાન અને મંદિરોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. પોલીસે એક બાદ એક વાહન ચોરી કરતા શખ્સોને પકડી પાડવાની શરૂઆત કરી છે. બે દિવસ અગાઉ જ LCBએ બાઇકો સાથે એક ચોરને ઝડપી પાડયો હતો, મંગળવારે વધુ એક બાઇક ચોરને ઝડપવામાં SOG(સ્પેશિય ઓપરેશન ગૃપ) પોલીસને મોટી સફળતા મળી છે.
આ પણ વાંચોઃ વાપીમાં 16 કિલો ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ, SOGએ કુલ 11.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
જિલ્લા SOG ટીમે વધુ એક બાઈક ચોરીઓનો ભેદ ઉકેલ્યો
જિલ્લા SOG ટીમે વધુ એક બાઈક ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે, જેમાં છેલ્લાં ઘણા સમયથી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએથી બાઇકની ઉઠાંતરી ખૂબ જ વધી ગઈ હતી. જે અન્વયે બનાસકાંઠા જિલ્લા SOGની ટીમ પણ બાઈક ચોરને ઝડપી પાડવા માટે એલર્ટ બની જઈ સઘન તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન દિયોદર તાલુકાના રવેલ ગામનો પ્રવીણ પ્રજાપતિ નામના શખ્સ પર શંકા જતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ શખ્સને પોલીસે ચોરીના બાઈક સાથે અટકાયત કરી હતી અને કડક પૂછપરછ કરતા આ પ્રવિણે બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીધામમાંથી અલગ-અલગ જગ્યાએથી 10 જેટલા બાઇકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે 10 બાઇક સહિત 2.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.