- પાંચ દિવસોમાં કુલ 105 ફોર્મ ભરાયા જેમાંથી 65 ફોર્મ માત્ર કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યાં
- બીજેપી 14, આપ 10 તેમજ 16 ફોર્મ અપક્ષમાંથી ભરાયા
- ટિકિટ મામલે વિખવાદ હોવાથી ભાજપ-કોંગ્રેસ મેન્ડેટ સીધાં જ ચૂંટણી અધિકારીને રજૂ કરશે
- પાલનપુર નગરપાલિકામાં અત્યારસુધીમાં 44 બેઠકો માટે 400 ફોર્મનું વિતરણ થયું
બનાસકાંઠાઃ પાલનપુર નગરપાલિકામાં અત્યારસુધી 44 બેઠકો માટે 400 ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે. ફોર્મ લીધાં બાદ બીજા દિવસથી ફોર્મ ભરવાની શરૂઆત નેતાઓએ કરી હતી. જેમાં છેલ્લાં પાંચ દિવસોમાં કુલ 105 ફોર્મ ભરાયાં છે. પાંચમાં દિવસે વોર્ડ નંબર 01થી 06માં 44 ફોર્મ અને 06થી 11માં પણ 23 ફોર્મ ભરાયાં હતા. જેમાં બીજેપીએ પણ કેટલાંક ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવાનું જણાવતાં ભાજપે પણ ફોર્મ ભરવાની શરૂઆત છે. જોકે ભાજપના 01થી 06 વોર્ડમાં જ હજુ ફોર્મ ભરાયાં છે. જેમાં 14 ફોર્મ બીજેપી ઉમેદવારોએ મેન્ડેટ મળવાની આશાએ ભર્યા હતાં. જોકે, વોર્ડ નંબર 07થી 11માં બીજેપી ઉમેદવારો ફોર્મ ભરશે.
કોંગ્રેસના 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યા