ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના દિયોદરમાં લોકડાઉન વચ્ચે તસ્કરો બન્યા બેફામ - lockdown in Gujarat

દિયોદરમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં રાત્રીના સમયે ચોરોએ અજાણતાનો લાભ લઈ મકાનમાં હાથ ફેરો કરી સોના ચાંદીના દાગીના સહિત 1.36 લાખના માલમતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

Smugglers became rampant
દિયોદરમાં લોકડાઉન વચ્ચે તસ્કરો બન્યા બેફામ

By

Published : May 28, 2020, 8:03 PM IST

બનાસકાંઠાઃ હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે લોકો એક જગ્યાએથી સુરક્ષિત રહેવા માટે પોતાના વતન ગયા છે. જેના કારણે અનેક જગ્યાઓએ આ તકનો લાભ ચોરો લઈ રહ્યા છે. સરકાર દ્વારા કોરોના વાઈરસની મહામારી બાદ હાલમાં તમામ પ્રકારની છૂટછાંટ આપવામાં આવી છે જેના કારણે પોલીસ બંદોબસ્ત પણ ઓછો થઈ ગયો છે. ત્યારે આ તકનો લાભ અજાણ્યા તસ્કરો ઉઠાવી રહ્યા છે અને એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ચોરને પોલીસનો સહેજ પણ ડર ન હોય તે રાત્રીના સમયે પોલીસ બંદોબસ્ત હોવા છતાં તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

બનાસકાંઠાના દિયોદરમાં લોકડાઉન વચ્ચે તસ્કરો બન્યા બેફામ

બનાસકાંઠામાં કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે. તેવામાં દિયોદરમાં લોકડાઉન વચ્ચે પણ તસ્કરો બેફામ બની રહ્યા છે. દિયોદરના ગાયત્રી સોસાયટીમાં રાત્રે ચોરોએ હાથ ફેરો કર્યો હતો અને અંદાજીત 1.36 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીની મકાનમાલિકને જાણ થતા દોડી આવ્યા હતા.

ગાયત્રી સોસાયટીમાં ચોરી

મકાન માલિકે જણાવ્યું હતું કે, અમારા ઘરમાં રાત્રે ધાબા પર સુતા હતા ત્યારે તસ્કરો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા છે. ઘરમાંથી સોના ચાંદીના દાગીના સહિત 1.36 લાખની ચોરી થઈ છે. દિયોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ ફરિયાદના આધારે પોલીસ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details