ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કૌશલ્ય ધારા સ્પર્ધા યોજાઇ - ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ
બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા ખાતે કાર્યરત DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ ભણતરની સાથો-સાથ ઈત્તર પ્રવૃત્તિઓમાં આગળ વધે તે માટે કૌશલ્ય ધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે વિદ્યાર્થીઓ ભણતરની સાથોસાથ ઈતર પ્રવૃતિઓમાં આગળ વધે તે માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રંગ કળા કૌશલ્ય ધારા અંતર્ગત બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે માટે રંગોળી, મહેંદી, ચિત્ર, જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ ત્રીસથી વધુ વિધ્યાર્થીઓએ ભાગ લઈને તેમના રહેલા કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

આ બાળકો છે ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ અને આ વિદ્યાર્થીઓ અત્યારે તેમનામાં રહેલી સર્જનાત્મક શક્તિ બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ માટીકામ કરી રહ્યું છે તો કોઈ ચિત્રો દોરી રહ્યું છે તો કોઈ હાથમાં મહેંદી પાડી રહ્યું છે તો કોઈ ડિસ ડેકોરેટ કરી રહ્યું છે. મંગળવારે યોજાયેલી આ સ્પર્ધામાં ત્રીસથી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લઈને તેમનામા રહેલી કળાનું પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓ બાદ નિરીક્ષકો દ્વારા નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.