ગુજરાત

gujarat

ETV Bharat / state

પોટેટો હબ ગણાતા ડીસામાં 6 વર્ષ બાદ બટાટાના ભાવમાં ઉછાળો - Potato prices are sky high as potatoes are low in the market

બનાસકાંઠા: બટાટાના ખેડૂતો અને વેપારીઓ છેલ્લા પાંચ વર્ષથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બટાટાની ખેતી કરતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તેમજ માર્કેટમાં બટાટા ઓછા હોવાથી બટાટાનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ત્યારે બટાટાનો ભાવ તો વધે છે. પરંતુ તેનો લાભ ખેડૂતને થયો નથી.

banaskantha
બનાસકાંઠાના ડીસામાં છ વર્ષ બાદ બટાટાના ભાવમાં ઉછાળો

By

Published : Dec 18, 2019, 10:23 AM IST

બનાસકાંઠા જિલ્લામાં બટાટાના ખેડૂતો અને વેપારીઓ છેલ્લા પાંચ વર્ષથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી બટાટાના ભાવ તળિયે જતાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જો કે, આ વર્ષે પણ બટાટાના સામાન્ય ભાવ રહેતા ખેડૂતોને ખાસ કંઈ ફાયદો થયો ન હતો. ત્યારે હવે બટાટાનો ભાવ તો વધે છે. પરંતુ તેનો સીધો લાભ ખેડૂતને થયો નથી. કારણ કે, અત્યાર સુધી સતત મંદી અને સામાન્ય ભાવના કારણે ખેડૂતો અને વેપારીઓએ તો મોટાભાગના બટાટા વેચી દીધા છે. તેમજ નાના ખેડૂતો બટાટા નીકળતા શરૂઆતમાં જે ભાવ મળે તે ભાવે વેચી દેતા હોય છે. ભાગ્યે જ કોઈ વેપારી કે ખેડૂતો બટાટાનો સંગ્રહ કરતા હોય છે. જેથી બટાટાનો ભાવ ભલે વધુ હોય પરંતુ તેમાં નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને કોઇ જ લાભ થયો નથી.

બનાસકાંઠાના ડીસામાં છ વર્ષ બાદ બટાટાના ભાવમાં ઉછાળો

બનાસકાંઠા જિલ્લાના બટાટા દેશભરમાં હબ તરીકે પ્રસિદ્ધ થયેલા છે. ગત વર્ષે બટાટાનું બમ્પર વાવેતર થયું હતું. એક તરફ છેલ્લા પાંચ વર્ષથી બટાટામાં ભયંકર મંદી હોવાના કારણે ખેડૂતોને તેના ભાવ મળતા ન હતા. ત્યારે કોલ સ્ટોરેજ સંચાલકોને પણ ગત વર્ષે સ્ટોર કરેલા બટાટા રોડ પર ફેંકવાનો વારો આવ્યો હતો. ગત વર્ષની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં 76 હજાર હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું. પરંતુ તેની સામે ઉત્પાદન ઓછું થયું હતું. માત્ર બનાસકાંઠા કે ગુજરાત જ નહીં. પરંતુ યુ.પી અને પશ્ચિમ બંગાળમાં પણ બટાટાનું ઉત્પાદન ઓછું થયું હતું. તેમ છતાં પણ બટાટાના ભાવ સામાન્ય રહ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા 200 જેટલા કો સ્ટોરેજમાં અઢી કરોડ બટાકાનો સંગ્રહ થયો હતો. પરંતુ ખેડૂતો અને વેપારીઓને બટાટામાં લાંબા ગાળા સુધી કોઇ ફાયદો ન દેખાતા મોટાભાગના બટાટાનું વેચાણ કરી દીધું હતું. જો કે, હવે પરિસ્થિતિ એવી નિર્માણ થઇ છે કે, માર્કેટમાં બટાટા ઓછા છે. પરંતુ તેની માંગ ખૂબ હોવાના કારણે છેલ્લે-છેલ્લે બટાટાનો ભાવ આસમાને પહોંચી ગયો છે.

શરૂઆતની સિઝનમાં જે બટાટા હોલસેલમાં 4 થી 5 રૂપિયા કિલો મળતા હતા. તે જ બટાટા હવે હોલસેલમાં 20થી 22 રૂપિયા કિલો સુધી વેચાઇ રહ્યા છે. જ્યારે રીટેલમાં આજ બટાટા 30થી 35 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે. આ અંગે જિલ્લા કોલ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ગણપતભાઇ માળીએ જણાવ્યું હતું કે, આમ તો દર વર્ષે પંજાબના બટાટાનું આ સમયે આગમન થઇ જાય છે. પરંતુ આ વર્ષે ચોમાસુ હોવાના કારણે પંજાબના બટાટા ગુજરાત સુધી આવી શક્યા નથી. જ્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સ્ટોરમાં પણ માત્ર દસથી પંદર લાખ જેટલા જ બટાટા હોવાના કારણે પુરવઠાની સામે માંગ ઘટતાં બટાટાના ભાવ આસમાને પહોંચી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details