ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારીમાં સાંસદ સભ્ય દ્વારા લેવાયેલા દત્તક ગામની પરિસ્થિતિ - tharad news

અત્યારે નોવેલ કોરોના વાઇરસથી સમગ્ર ગુજરાત ફફડી રહ્યું છે, તેવામાં બનાસકાંઠા જિલ્લાના સાંસદે દત્તક લીધેલા લુણાવા ગામની કોરોના મામલે કેવી સ્થિતિ છે, કેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને કોરોનાની ચેઇનને તોડવા માટે અહીંના લોકો કેટલા જાગૃત છે તે અંગે જોઈએ આ અહેવાલ.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારીમાં સાંસદ સભ્ય દ્વારા લેવાયેલા દત્તક ગામની પરિસ્થિતિ
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારીમાં સાંસદ સભ્ય દ્વારા લેવાયેલા દત્તક ગામની પરિસ્થિતિ

By

Published : May 9, 2021, 1:27 PM IST

Updated : May 9, 2021, 1:34 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની લહેરમાં ગ્રામીણ વિસ્તારની સ્થિતિ બેકાબૂ
  • કોરોના વાઇરસની મહામારીમાં ગામ પર ઓછી અસર
  • 3500ની વસ્તી ધરાવતા ગામમાં 5 લોકોને કોરોના પોઝિટિવ
  • વધુમાં વધુ લોકોને વેક્સિન આપતા ગામમાં કોરોના કેસમાં ઘટાડો

બનાસકાંઠાઃ કોરાનાનું સંક્રમણ દિવસેને વધતા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા એક બાદ એક શહેરી વિસ્તારમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સામે આવતા હતા. પરંતુ ગ્રામીણ વિસ્તારના લોકો શહેરી વિસ્તારમાં ખરીદી કરવા માટે ઉમટી પડતા ગ્રામીણ વિસ્તારમાં પણ લોકોનું સંક્રમણ વધ્યું છે અને દિવસેને દિવસે કોરોના વાઈરસના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારીમાં સાંસદ સભ્ય દ્વારા લેવાયેલા દત્તક ગામની પરિસ્થિતિ

આ પણ વાંચોઃરિયાલીટી ચેકઃ બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજની લેબમાં રોજના કોરોનાના 2200 સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે

ગ્રામીણ વિસ્તારોમાં કોરોના દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે

બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને હાલ ગ્રામીણ વિસ્તારોમાં કોરોના દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. સતત વધતા જતા કોરોના વાઈરસના કેસને લઈને હાલ ગ્રામીણ વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં હાલ મોટાભાગની હોસ્પિટલ્સ કોરોનાના દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. તેવામાં શહેરી વિસ્તારમાં પણ કોરોનાને અટકાવવા માટે લોકો સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારીમાં સાંસદ સભ્ય દ્વારા લેવાયેલા દત્તક ગામની પરિસ્થિતિ

ગામની વસ્તી હાલ 3500 જેટલી છે

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, પરંતુ આ મામલે સાંસદ પરબતભાઇ પટેલે લીધેલા દત્તક લુણાવા ગામ પર કોરોનાની છાયા ઓછી પડી છે, કરણ કે આ ગામની વસ્તી અત્યારે 3500 જેટલી છે. આ ગામના લોકો ખૂબ જ જાગૃત અને કોરોના મામલે સાવચેતી રાખતા હોવાના કારણે અહીં કોરોનાની ખાસ કોઈ અસર નથી પડી. કોરોનાની પહેલી લહેરમાં પણ અહી નહીવત માત્રામાં પોઝિટિવ કેસ નોંધાયા હતા અને બીજી લહેરમાં પણ હાલ માત્ર ગામમાંથી 5 લોકો જ હોસ્પિટલમાં દાખલ છે.

સાંસદ પરબતભાઇ પટેલે પણ અત્યાર સુધી બે થી ત્રણ વખત લુણાવા ગામની મુલાકાત લીધી છે

કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી માત્ર એક જ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું છે. સાંસદ પરબતભાઇ પટેલે પણ અત્યાર સુધી બે થી ત્રણ વખત આ ગામની મુલાકાત લીધી છે અને ગામના સરપંચ મોતીજી સુંદેશા, ગામના આગેવાનો, શિક્ષકો અને તલાટી સહિતના જાગૃત લોકોએ ઘરે-ઘરે જઇ ઝુંબેશ ચલાવી 40ટકા લોકોએ કોરોનાની રસીનો ડોઝ પણ લઈ લીધો છે. જેના કારણે આ ગામમાં કોરોનાની અસર ઓછી વર્તાઇ રહી છે.

ગ્રામિણ વિસ્તારો હાલ સ્વૈચ્છિક બંધ કરી દેવામાં આવ્યા છે

બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના વાઇરસના કેસના કારણે શહેરી વિસ્તારની હાલત ગંભીર બની ગઇ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે બનાસકાંઠાના મોટાભાગના તમામ ગ્રામિણ વિસ્તારો હાલ સ્વૈચ્છિક બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે કોરોના વાઇરસની મહામારી પર કાબૂ મેળવવામાં આવે છે. ત્યારે સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા થરાદ તાલુકાના લુણાવા ગામને દત્તક લેવામાં આવ્યું હતું.

ગયા વર્ષે પણ ગામમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ન હતા

ગામમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે અત્યાર સુધી માત્ર 5 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. 3500ની વસ્તી ધરાવતા ગામે હાલ કોરોના વાઇરસની મહામારી સામે લડવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે. ગયા વર્ષે પણ ગામમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ન હતા. ત્યારે આ વર્ષે પણ જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈ હાલમાં આ ગામમાં લોકોની જાગૃતતાના કારણે અત્યાર સુધી માત્ર એક જ કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારીમાં સાંસદ સભ્ય દ્વારા લેવાયેલા દત્તક ગામની પરિસ્થિતિ

ગામના સરપંચ દ્વારા આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે

ગામમાં આવેલા સ્મશાનમાં પણ લોકોને લાકડાની અછતના સર્જાય તે માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે તેમજ ગામના સરપંચ દ્વારા આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ બહારના લોકોને ગામમાં આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેના કારણે વારંવાર વધતા જતા કેસ અટકાવી શકાય. લુણાવા ગામમાં લોકોનું સંક્રમણ વધે નહીં તે માટે સરપંચ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત વચ્ચે અનોખો પ્રયોગ

ગામની તમામ શેરીઓ સુમસામ જોવા મળી રહી છે

સરપંચ દ્વારા આપવામાં આવેલા આ લોકડાઉનનું લોકો પાલન કરતા નજરે પડી રહ્યા છે. જેના કારણે હાલમાં આ ગામની તમામ શેરીઓ સુમસામ જોવા મળી રહી છે. જેના કારણે ગામમાં માત્ર 5 કેસ જ પોઝિટિવ સામે આવ્યા છે. આ ગામમાં હોસ્પિટલની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને ડોક્ટરો પણ આ મહામારીને પહોંચી વળવા માટે તૈયાર છે. હાલમાં તમામ લોકોને કોરોના વાઇરસની મહામારીમાં સુરક્ષિત રાખવા માટે વધુમાં વધુ વેક્સિન આપવામાં આવી રહી છે.

Last Updated : May 9, 2021, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details