- અનેક શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી
- અંબાજીમાં રથયાત્રાને મુલતવી રખવામાં આવી
- જગન્નાથજીને માથે ઉપાડી મંદિરના ફરતે 11 પરીક્રમાં કરાઈ
અંબાજી :ભારત ભરમાં આજે અષાઢીબીજ નિમિત્તે ઠેર ઠેર ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવતી હોય છે. રાજ્ય સહીત દેશભરમાં કોરોનાની મહામારીના કારણે વધુ સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આંશિક છુટછાટ આપવામાં આવી છે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે કેટલાક શહેરોમાં રથયાત્રા નિકાળવામાં આવી હતી, ત્યારે જગન્નાથજીને માથે ઉપાડી મંદિરના ફરતે 11 પરીક્રમાં કરી ઉજવણી કરવામાં આવી હતી.
અંબાજી ખાતે ભગવાન જગન્નાથજી રથયાત્રાની સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ આ પણ વાંચો:અષાઢી બીજ નિમિત્તે ગિરનાર પર્વત પર રામદેવપીરના મંદિરમાં ચડાવાયો 52 ગજનો નેજો
અંબાજીમાં રથયાત્રા મૂલતવી રખાઈ
ગત વર્ષે અંબાજીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી ન હતી. ત્યારે આ વર્ષે પણ અંબાજી ખાતે રથયાત્રા મુલતવી રખવામાં આવી છે, પરંતુ ધાર્મીક ઉત્સવ સેવા સમિતીના કાર્યકર્તાઓ દ્વારા માનસરોવર પાસે આવેલાં રાધાક્રૃષ્ણ મંદિર ખાતે રથ ઉભો રાખવાના બદલે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામને મંદિરમાં જ બિરાજમામ કરી આરતી ઉતારવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીને માથે ઉપાડી મંદિરના ફરતે 11 પરીક્રમાં કરીને આજે સોમવારે અષાઢી બીજના પર્વની સાદગીપુર્ણ રીતે ઉજવણી સાથે, લોકો દ્વારા જય કનૈયાલાલનો જયઘોષ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કાકડી અને મગનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:રથયાત્રા શાંતિથી નીકળે એ જ સૌથી વધુ આનંદની વાત- અમદાવાદની જનતા